આઈ લાઈનર : ગરમીમા આઈ લાઈનર વોટરપ્રૂફ લગાવો. તમે ઈચ્છો તો આંખીની નીચે કાગળ, પેંસિલ કે લાઈનરનો ઉપયોગ પણ કરી શકો છો. આઈ લાઈનર તમારા સ્કિન ટોન અને ડ્રેસના મુજબ બ્રાઉન અથવા વાદળી રંગનુ લગાવી શકો છો. આ કલર ઉપસી આવે છે અને ડ્રાઈ લુક પણ આપે છે.
આઈબ્રોઝ - તમારી આઈ બ્રોઝને સુંદર શેપ આપવા માટે અને કટ કે ગેપ હોય તો તેને ભરવા માટે બ્રાઉન અથવા બ્લેક પેંસિલનો ઉપયોગ કરો.
મસકરા : ગરમીમા મસકર પણ વોટરપ્રૂફ લગાવો. તમારી પસંદના મુજબ બ્રાઉન કે વાદળી રંગનો મસકરો તમે લગાવી શકો છો. જો તમારી પલક ડાર્ક છે તો ફક્ત ટ્રાંસપેરેંટ મસકરો લગાવીને પણ મનપસંદ શેપ આપી શકો છો.
લિપસ્ટી ક : હોઠોને લિપ લાઈનરથી આકાર આપીને મૈટ લિપસ્ટિક લગાવો. પછી તેના ઉપર લિપ સીલર લગાવો. ગરમીની ઋતુમાં લિપ ગ્લોસ ન લગાવો, કારણ કે આ ટિકાઉ નથી હોતો.
બિંદી - હાથથી બનાવેલી બિંદીને બદલે સ્ટિકર બિંદી લગાવો, જે પરસેવાથી ફેલતી નથી.