Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાથી ચેતજો - અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચનાર 80 ટકાથી વધુ ગંભીર દર્દીઓ ઘરમાં જ ઈલાજ કરાવતા હતા

કોરોનાથી ચેતજો - અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચનાર 80 ટકાથી વધુ ગંભીર દર્દીઓ ઘરમાં જ ઈલાજ કરાવતા હતા
, મંગળવાર, 1 ડિસેમ્બર 2020 (09:25 IST)
ગુજરાતના અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં એક નવો ટ્રેંડ જોવા મળી રહ્યો છે. ઘરેથી સીધા ગંભીર દર્દી હોસ્પિટલ પહોંચી રહ્યા છે. જ્યારે પહેલાં હોસ્પિટલથી પહોંચી અથવા પછી પ્રાઇવેટ હોસ્પિટલથી ગંભીર દર્દી સિવિલ હોસ્પિટલ પહોંચતા હતા. આંકડા જોઇએ તો 16 ટકા ગંભીર દર્દી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. આ આંકડા મહિનાના અંત સુધી ચિંતાજનક થઇ ગયા અને 25 નવેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલ પહોંચનાર 84 ટકા દર્દી ગંભીર અવસ્થા સુધી પહોંચી ગયા હતા. 
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ સ્થિતિ લોકોને જાતે દવા ખાતા હોવાથી થઇ રહી છે. લોકો તાવ આવતાં પોતાના મનથી દવાઓ ખાઇ રહ્યા છે. સામાન્ય લક્ષણોને નજર અંદાજ કરી રહ્યા છે અને ડોક્ટર પાસે જતા નથી. ડોક્ટરોનું કહેવું છે કે લોકોને જો સામાન્ય તાવ આવે તો પણ તેને કોવિડ 19 સમજે અને ડોક્ટર પાસે જાય. 
 
52 ગણી વધી દર્દીઓની સંખ્યા
ડોક્ટરોએ જણાવ્યું કે ગત સાડા સાત મહિનાથી ટ્રેંડ હતો કે ફક્ત ગંભીર દર્દીઓ જ પ્રાઇવેટ હોસ્પિટલથી સિવિલ આવતા હતા. આ દર્દીઓની હોસ્પિટલમાંથી સારવાર થઇ રહી ન હતી અથવા પછી દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવામાં અસમર્થ હતા. પરંતુ હવે ગભરાવવાની જરૂર નથી. પરંતુ હવે ઘરેથી સીધા ગંભીર દર્દીઓ હોસ્પિટલ આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે આંકડા જોઇએ તો 1 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ઘરેથી હોસ્પિટલ પહોંચનાર દર્દીઓની સંખ્યા 52 ગણી વધી ગઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપના નેતા જયંતિ ભાનુશાળી હત્યાકાંડના મુખ્ય આરોપી છબીલ પટેલને જામીન મળ્યા