Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓક્સીજન પરથી બેસિક કસ્ટમ ડ્યુટી-હેલ્થ સેસ હટાવાયો, પીએમ મોદીની હાઈ લેવલ મીટિંગમાં નિર્ણય

ઓક્સીજન પરથી બેસિક કસ્ટમ ડ્યુટી-હેલ્થ સેસ હટાવાયો, પીએમ મોદીની હાઈ લેવલ મીટિંગમાં નિર્ણય
, શનિવાર, 24 એપ્રિલ 2021 (16:23 IST)
કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી ઉપકરણોના સપ્લાયમાં વધારવાના ઉપાયો પર ચર્ચા માટે આયોજીત હાઈ લેવલ બેઠકની અધ્યક્ષતા કરી. સરકારે ઓક્સીજન અને ઓક્સીજન સંબંહી ઉપકરણો પરથી બેસિક કસ્ટમ ડ્યુટી અને હેલ્થ સેસ હટાવવાનો નિર્ણય કર્યો છે. 
 
આ ઉપરાંત બેઠકમાં કેન્દ્ર સરકારે કોવિડ -19 રસીના આયાત પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય આવતા ત્રણ મહિના સુધી ચાલુ રહેશે. બેઠક બાદ સરકારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે ઓક્સિજનના પુરવઠામાં સુધારો લાવવા કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક પગલા લીધા છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખરો ગુજરાતી!!! ખેડૂતે ઘરને જ બનાવી દીધી હોસ્પિટલ, ઓક્સિજનથી માંડીને ભોજનનો ઉઠાવે છે ખર્ચ