Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Salman Khan News: બોલીવુડ અભિનેતા અભિનેતા સલમાન ખાનને મળ્યુ આર્મ લાઈસેંસ, તાજેતરમાં જ મળી હતી ધમકી

Salman Khan News: બોલીવુડ અભિનેતા અભિનેતા સલમાન ખાનને મળ્યુ આર્મ લાઈસેંસ, તાજેતરમાં જ મળી હતી ધમકી
, સોમવાર, 1 ઑગસ્ટ 2022 (12:34 IST)
Salman Khan News: બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાનને આર્મ લાઇસન્સ આપવામાં આવ્યું છે. તેણે સ્વબચાવ માટે આર્મ્સ લાયસન્સ માટે અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન(Salman Khan) ને તાજેતરમાં મળેલા ધમકીભર્યા પત્રોને ધ્યાનમાં રાખીને આ લાઇસન્સ રજુ  કરવામાં આવ્યું છે.   આ વાતની માહિતી મુંબઈ પોલીસે છે.  જણાવી દઈએ કે  સલમાનના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યા બાદ સલમાને પોતાની સુરક્ષા માટે બંદૂકનું લાઇસન્સ માંગ્યું હતું. તે વેરિફિકેશન માટે 22 જુલાઈના રોજ મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસે પહોંચ્યા હતા. 
 
રિપોટ્સ મુજબ સલમાન ખાનને (Salman Khan)ને ધમકી મળ્યા બાદ જ તેમના ઘર પાસે એક નવી બુલેટપ્રુફ ગ્લાસ અને આર્મરવાળી ગાડી જોવા મળી હતી. એવુ કહેવાય રહ્યુ છે કે સલમાને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગાડી ખરીદી હતી. આ ઉપરાંત સલમાન ખાને પોતાની તાજેતરની લૈંડ ક્રૂજરને બુલેટપ્રુફ ફીચર સાથે અપગ્રેડ કરી હતી. 
 
 શુ છે ધમકીનો મામલો ?
 
સલમાન ખાનના પિતા સલીમ ખાનને ગેલેક્સી એપાર્ટમેંટ બહાર એક ધમકી ભરેલો પત્ર મળ્યો હતો. જેમા લખ્યુ હતુ કે સલમાન ખાનની હાલત પણ સિદ્ધુ મુસેવાલા જેવી થશે.  ધમકીના મામલામાં તિહાડ જેલમાં બધ ગૈગસ્ટર લોરેંસ વિશ્નોઈનુ નામ સામે આવ્યુ હતુ. ત્યારબાદ મુંબઈ પોલીસે વિશ્નોની પૂછપરછ કરી હતી. 
 
 ક્યારે થઈ હતી મુસેવાલાની હત્યા ?
 
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા  (Sidhu Moosewala)ની 29 મે ના રોજ સાર્વજનિક રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના સમયે તે પોતાના બે મિત્રો સાથે થાર ગાડી દ્વારા ક્યાક જઈ રહ્યા હતા. એ દરમિયાન અનેક વિદેશી હથિયારો સાથે શૉટ ગનથી મૂસેવાલાના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મૂલેવાલાનુ ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ હતુ. હત્યાકાંડ બાદ જેલમાં બંધ કુખ્યાત લોરેંસ વિશ્નોઈ અને કનાડામાં સંતાયેલા તેના સાથી ગોલ્ડી બરાડે એક કથિત સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સિદ્ધૂ મૂસેવાલાના મોતની જવાબદારી લીધી હતી. ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઈ પંજાબ પોલીસના હાથે પહેલા જ ચઢી ચુક્યો છે. બીજી બાજુ ગોલ્ડી બરાડ કનાડામાં બેસ્યો ચ હે. તાજેતરમાં પંજાબી સિ%ગર મુસેવાલાના મર્ડર સાથે જોડાયેલા ચાર શૂટર્સને પંજાબ પોલીસે ઠાર કર્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખજુરાહોના મતંગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવન મહિનાનું વિશેષ મહત્વ છે, વધી જાય છે શિવલિંગનો આકાર