Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'લાડલી બહેન' જ નહી હવે આ રાજ્યમાં શરૂ થશે 'લાડલા ભાઈ' યોજના, છોકરાઓને હજારો રૂપિયા અને નોકરી પણ

ladla bhai yojna
, બુધવાર, 17 જુલાઈ 2024 (15:13 IST)
ladla bhai yojna
મોટાભાઈ પુત્રીઓ અને મહિલાઓને આગળ વધારવાના હેતુથી સરકાર અનેકો યોજનાઓ લોંચ કરતી રહે છે. તેમાથી જે એક ચર્ચિત યોજના છે લાડલી બહેન યોજના.  જોકે હવે મહારાષ્ટ્ર સરકારે યુવકો માટે પણ આવી જ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યના પુત્રોને ભેટ આપતા મુખ્યમંત્રી લાડલી બહેન પછી હવે લાડલાને શુ ફાયદા મળશે. 
 
આ યોજનાના શુ થશે ફાયદા ?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પંઢરપુરમાં લાડલા ભાઈ યોજનાને લઈને જાહેરાત કરી છે. આ યોજના હેઠળ 12મુ પાસ કરનારા યુવાઓને 6 હજાર રૂપિયા પ્રતિમાસ, ડિપ્લોમા કરનારા યુવાઓને 8 હજાર રૂપિયા પ્રતિ માસ અને ગ્રેજ્યુએટ યુવાઓને 10 હજાર રૂપિયા પ્રતિ માસ સરકાર તરફથી આપવામાં આવશે. 
 
 
નોકરીમાં પણ તમને લાભ મળશે
લાડલા ભાઈ યોજના હેઠળ યુવક એક વર્ષ માટે ફેક્ટરીમાં એપ્રેન્ટિસશીપ કરશે, ત્યારબાદ તેને કામનો અનુભવ મળશે અને તે અનુભવના આધારે તેને નોકરી મળશે. સીએમ શિંદેએ કહ્યું કે એક રીતે અમે કુશળ માનવબળ તૈયાર કરી રહ્યા છીએ. અમે રાજ્યની સાથે દેશના ઉદ્યોગોને કુશળ યુવાનો આપવાના છીએ. યુવાનોને તેમની નોકરીમાં કુશળ બનાવવા માટે સરકાર ચૂકવણી કરવા જઈ રહી છે.
 
શુ કહ્યુ શિંદેએ ?
સીએમ એકનાથ શિંદેએ કહ્યુ કે આ યોજના હેઠળ અમારી સરકાર અમારા આજ્યના યુવાઓને એ કારખાનાઓમા અપ્રેટિસશિપ કરવાવા માટે પૈસા આપવા જઈ રહી છે જ્યા તેઓ કામ કરશે.  ઈતિહાસમાં પહેલીવાર આવુ થશે કે જ્યારે કોઈ સરકારે આવી યોજના રજુ કરી છે, આ યોજનાના માઘ્યમથી અમે બેરોજગારીનુ સમાધાન શોંધી લીધુ છે. આ યોજના હેઠળ અમારા યુવાનોને કારખાનાઓમાં એપ્રેન્ટિસશીપ મળશે અને સરકાર તેમને સ્ટાઈપેન્ડ આપશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bengaluru માં ઓટોમેટેડ પાણીપુરી કિઓસ્ક વાયરલ, ઈન્ટરનેટ પર પ્રતિક્રિયાઓ