Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Brothers Day 2021: કેવી રીતે થઈ બ્રધર્સ ડે ની શરૂઆત, કેમ મનાવવો જોઈએ આ દિવસ, જાણો ભાઈઓ સાથે જોડાયેલ રોચક વાતો

Happy Brothers Day 2021: કેવી રીતે થઈ બ્રધર્સ ડે ની શરૂઆત, કેમ મનાવવો જોઈએ આ દિવસ, જાણો ભાઈઓ સાથે જોડાયેલ રોચક વાતો
, સોમવાર, 24 મે 2021 (10:26 IST)
Happy Brothers Day 2021, History, Significance, Theme, Importance: ભાઈ એ હોય છે જેમને આપણે આપણા મનની વાત કરીએ છીએ. ભાઈઓ તે છે કે જેમની સાથે આપણે આપણા દિલની વાતો શેર કરી શકીએ.   તેમની સાથે લડીએ પણ અને તેમને પ્રેમ પણ કરીએ. જેમ સિસ્ટર ડે, મધર્સ ડે, ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે, તે જ રીતે દર વર્ષની જેમ 24 મે ના રોજ બ્રધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ભાઈઓ માટે વિશેષ છે આપણે જાણીએ કેવી રીતે થઈ  આ દિવસની શરૂઆત અને આ દિવસથી સંબંધિત રોચક વાતો. 
 
બ્રધર્સ ડે ઈતિહાસ 
 
સૌથી પહેલા વર્ષ 2005 માં આ દિવસની શરૂઆત થઈ હતી. ઉલ્લેખનીય છે કે  અમેરિકાના અલાબામામાં સી. ડેનિયલ રોડ્સ, જે વ્યવસાયે એક કલાકાર અને લેખક હતા તેમણે  આ દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી. ઘણા લોકો તેને 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવતા રાષ્ટ્રીય ભાઈ-બહેન દિવસ(National Sibling Day)  ના રૂપમાં જુએ છે એ  ખોટું છે.
 
કયા ક્યા દેશમાં ઉજવાય છે બ્રધર્સ ડે 
 
રાષ્ટ્રીય ભાઈ દિવસ અમેરિકા સહિત દુનિયાભરના અન્ય દેશોમાં ઉજવાય છે. તેમા રૂસ, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ અને જર્મની સહિત અનેક દેશ છે જએ 24 મે ના રોજ આ દિવસ ઉજવે છે. 
 
બ્રધર્સ ડે સાથે જોડાયેલ ખાસ વાતો 
 
- બ્રધર્સ ડે ફક્ત સગા ભાઈઓ માટે જ નહીં, પણ તે બધા મિત્રો માટે પણ છે જે ભાઈઓ જેવા છે.
 
- ઘણી વખત એવુ જોવા મળ્યું છે કે જે છોકરીઓ જે ભાઈ હોય છે. તેમની અંદર આત્મવિશ્વાસનું સ્તર ખૂબ .ઊંચું હોય છે.
 
- બ્રધર્સ ડે એક એવો દિવસ છે જે ફક્ત ભાઈ-બહેન માટે જ નથી, પરંતુ ભાઈ-ભાઈ પણ તે ઉજવી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ મહિનામાં લેવાઇ શકે છે ધોરણ 12 બોર્ડની પરીક્ષા, કંઇક આવી હોઇ શકે છે પદ્ધતિ