પૂર્વ રો પ્રમુખ એ. એસ. દૌલતે તાજેતરમાં જ એક ખુલાસો કર્યો. જેમા તેમણે કહ્યુ કે 2002ના ગુજરાત રમખાણોને એક મોટી ભૂલ બતાવતા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આના પર નારાજગી વ્યક્ત કરી હતી. દૌલતે જણાવ્યુ કે આ વાત પૂર્વ પ્રધાનમંત્રીએ એક બેઠક દરમિયાન કરી હતી. એક ઈંટરવ્યુમાં દૌલતે વાજપેયીની સાથે પોતાની અંતિમ બેઠક વિશે બતાવતા કહ્યુ કે આ બેઠકમાં વાજપેયીની સાથે પોતાની અંતિમ બેઠક વિશે બતાવતા કહ્યુ કે એ બેઠકમાં વાજપેયી એ ગુજરાત રમખાણો વિશે ચર્ચા કરતા કહ્યુ હતુ કે અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે દૌલત સન 2000સુધી રૉ ના પ્રમુખ રહ્યા અને પછી વાજપેયીના સમયે પ્રધાનમંત્રી કાર્યલયમાં કાશ્મીર મુદ્દા પર વિશેષ સલાહકાર હતા.
ઈંટરવ્યુમાં તેમણે કાશ્મીર સાથે જોડાયેલ મુદ્દા પર પણ ચર્ચા કરી. દૌલત મુજબ મુફતી મોહમ્મદ સઈદની પુત્રી રુબિયા સઈદ આતંકવાદીઓના નિશાના પર નહોતી. પણ અબદુલ્લાની પુત્રી સફિયા આતંકવાદીઓન નિશાના પર હતી.