Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તંત્ર મંત્ર યંત્ર - દરેક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટેના ઉપયોગી ટોટકા

તંત્ર મંત્ર યંત્ર - દરેક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટેના ઉપયોગી ટોટકા
પરીક્ષામાં સફળતા માટે - પરીક્ષામાં સફળતા માટે ગણેશ રૂદ્રાક્ષ ઘારણ કરો. બુધવારે ગણેશ જી ના મંદિરમાં જઈને દર્શન કરો અને મગના લાડુઓનો ભોગ લગાવીને સફળતાની પ્રાર્થના કરો. 
 
પદોન્નતિ માટે - શુક્લ પક્ષના સોમવારે સિદ્ધ યોગમાં ત્રણ ગોમતી ચક્ર ચાંદીના તારમાં એક સાથે બાંધો અને તેને દરેક સમયે પોતાની સાથે રાખો. પ્રમોશનની સાથે સાથે વ્યવસાયમાં પણ લાભ થશે. 
 
કોર્ટમાં કેસ જીતવા માટે - જ્યારે પણ કોર્ટમાં જવાનુ હોય ત્યારે પાંચ ગોમતી ચક્ર ખિસ્સામાં મુકીને કોર્ટમાં જાવ. કેસમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. 
 
અભ્યાસમાં એકાગ્રતા માટે - શુકલ પક્ષના પ્રથમ રવિવારે આમલીના 22 પાન લઈ આવો અને તેમાથી 11 પાન સૂર્યદેવને ૐ સૂર્યાય નમ: કહેતા તેને અર્પિત કરો. બાકીના 11 પાનને તમારા પુસ્તકોમાં મુકી રાખો. અભ્યાસમાં રસ વધશે. 
 
કાર્યમાં સફળતા માટે - અમાસના દિવસે પીળા કપડાનો ત્રિકોણી ઝંડો બનાવીને વિષ્ણુ ભગવાનના મંદિરના ઉપર લગાવી દો. કાર્ય સિદ્ધ થશે. 
 
વ્યવસાય બાધાથી મુક્તિ હેતુ - જો વેપારમાં નુકશાન થઈ રહ્યુ હોય અથવા ગ્રાહકોનું આવવુ ઓછુ થઈ ગયુ હોય તો સમજો કે કોઈએ તમારા વેપારને બાંધી દીધો છે. આ અવરોધથી મુક્તિ માટે દુકાન કે કારખાનાના પૂજા સ્થળમાં શુક્લ પક્ષના શુક્રવારે અમૃત સિદ્ધ કે સિદ્ધ યોગમાં શ્રી ધનદા યંત્ર સ્થાપિત કરો. પછી નિયમિત રૂપે ફક્ત ધુપ કરીને તેનુ દર્શન કરો. વેપારમાં લાભ થવા લાગશે. 
 
ગૃહ કલેશથી મુક્તિ માટે - પરિવારમાં પૈસાને કારણે ઝગડો થતો હોય.. તો દક્ષિણાવર્તી શંખમાં પાંચ કોડીઓ મુકીને તેને ચોખાથી ભરી ચાંદીની વાડકી પર ઘરમાં સ્થાપિત કરો. આ પ્રયોગ શુક્લ પક્ષના પ્રથમ શુક્રવારે કે દીવાળીના દિવસે કરો. જરૂર લાભ થશે. 
 
ગુસ્સા પર કાબુ માટે - જો ઘરના કોઈ વ્યક્તિને વાત વાત પર ગુસ્સો આવતો હોય તો દક્ષિણાવર્તી શંખને સાફ કરી તેમા પાણી ભરીને તેને પીવડાવી દો. 
 
મકાન ખાલી કરાવવા માટે - શનિવારની સાંજે ભોજપત્ર પર લાલ ચંદનથી ભાડુઆતનુ નામ લખીને તેને મઘમાં ડુબાવી દો. શક્ય હોય તો આ ક્રિયા શનિશ્વરી અમાસના દિવસે કરો. થોડા જ દિવસોમાં ભાડુઆત ઘર ખાલી કરી દેશે.  ધ્યાન રાખો કે આ ક્રિયા કરતી વખતે કોઈ ટોકે નહી. 
 
વેચાણ વધારવા માટે - અગિયાર ગોમતી ચક્ર અને ત્રણ નાના નારિયળની યથાવિધિ પૂજા કરી તેને પીળા વસ્ત્રમાં બાંધીને બુધવારે કે શુક્રવારે પોતાના દરવાજા પર લટકાવો અને દરેક પૂનમે ધૂપ દીપ પ્રગટાવો. આ ક્રિયા નિષ્ઠાપૂર્વક નિયમિત રૂપે કરો. ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે અને વેચાણ વધશે.  

Share this Story:

Follow Webdunia gujarati