Festival Posters

અષાઢી બીજ સ્પેશ્યલ રેસીપી- ફાડા લાપસી

Webdunia
શુક્રવાર, 27 જૂન 2025 (00:12 IST)
અષાઢી બીજ સ્પેશ્યલ રેસીપી-  ગુજરાતી ટ્રેડીશનલ ફાડા લાપસી બધાને બહુ ભાવે છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવાર, ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને છે. 

સામગ્રી
1 કપ ઘઉંના ફાડા અથવા ઘઉંનું થૂલું,
ચાર ટેબલ-સ્પૂન ઘી,
એક કપ ખાંડ
બે કપ પાણી , 
એક ટી-સ્પૂન એલચીનો ભૂકો,
ડ્રાઈ ફ્રૂટસ 
 
બનાવવાની રીત
- એક પૅનમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં દ્રાક્ષ તેમ જ ઘઉંના ફાડા શેકો. ફાડા સહેજ ફૂલેલા લાગે ત્યાં સુધી તેને શેકવા.
- એમાં બે કપ પાણી ઉમેરો. પાણીને ઊકળવા દો અને ફાડાને ધીમા તાપે ચઢવા દો. લાપસીને સરખી રંધાવા દો.
- હવે એમાં ખાંડ ઉમેરી દો. લાપસી બરાબર રંધાઈ જાય એટલે ગૅસ બંધ કરી એમાં એલચીનો ભૂકો ઉમેરી સરખી રીતે ભેળવી દો.
- હવે છેક છેલ્લે બદામ તેમ જ પિસ્તાંથી લાપસીને ગાર્નિશ કરો. સર્વિંગ-બાઉલમાં ગરમાગરમ સર્વ કરો. જો લાપસી બહાર ન બનાવવી હોય તો આ મિશ્રણમાં ખાંડ ઉમેરી કૂકરમાં પણ બનાવી શકાય.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો ટાર્ગેટ

Babri Masjid Event Updates: ''મસ્જિદ તો કોઈપણ બનાવી શકે છે પણ.. બોલી TMC સાંસદ સાયોની ઘોષ

સૂડાનના અર્ધસૈનિક બળો દક્ષિણ-મઘ્ય સૂડાનના દક્ષિણ કિંડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં 50 લોકોના મોત થયા છે જેમા 33 બાળકોનો સમાવેશ.

INDIGO સંકટ વચ્ચે વધતા વિમાન ભાડા સામે સરકારની લાલ આંખ, લાગૂ કરી ફેયર લિમિટ

મુર્શિદાબાદ: 40,000 લોકો માટે બનશે બિરયાની, સઉદીના મૌલવી રહેશે હાજર, જાણો નવી બાબરી મસ્જિદના શિલાન્યાસ પર શુ-શું થશે

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments