Festival Posters

ફરાળી પનીર માલપુઆ

Webdunia
સામગ્રી  - 100 ગ્રામ મસળેલું પનીર, 100 ગ્રામ મસળેલો માવો, અડધો કપ અખરોટ, અડધો કપ દૂધ, 1/4 ચમચી ઇલાયચી પાવડર, તળવા માટે શુદ્ધ ઘી, 1 કપ ખાંડ, અડધો કપ પાણી, ચપટી કેસર.
ગાર્નિશિંગ માટે - પલાળીને કાપેલી બદામ.


બનાવવાની રીત - એક વાસણમાં પનીર, માવો, અખરોટ અને ઇલાયચી નાંખી હાથથી બરાબર મિક્સ કરો. હવે તેમાં દૂધ નાંખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. એક મોટી કઢાઈમાં ધીમી આંચે પાણીની સાથે ખાંડ નાંખો અને ખાંડ ઓગળવા દો. જ્યારે ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય એટલે ગેસની આંચ વધારી દો અને તેમાં કેસર નાંખો. એક તારની ચાસણી બને ત્યાં સુધી ઉકાળો. તેને એક વાસણમાં નાંખીને અલગ રાખો.

હવે માલપુઆ બનાવવા માટે એક તવી પર ઘી ગરમ કરી એક ચમચો પનીરનું મિશ્રણ નાંખો અને ધીમી આંચે રંધાવા દો. જ્યારે તે તૈયાર થાય એટલે તેને ચાસણીમાં ડુબાડો. જ્યારે બધા પુઆ બની જાય અને ચાસણીમાં પલળી જાય એટલે તેને કાઢી દો અને બદામથી ગાર્નિશ કરી સર્વ કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતની એક મહિલા ડોક્ટરને નિશાન બનાવીને 15 લાખ રૂપિયાની કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ થયો

મહારાષ્ટ્રના પુણેના રમેશ ડાઇંગના છત પર આગ લાગી

ડુંગળી અને લસણે 12 વર્ષનો સંબંધ તોડી નાખ્યો! સ્વાદના આ યુદ્ધે એટલો બધો હોબાળો મચાવ્યો કે પતિ કોર્ટમાં ગયો

ખજુરાહોમાં એક હોટલમાં ખાધા પછી ત્રણ કર્મચારીઓના મોત થયા, પાંચની હાલત ગંભીર છે.

જીવનભર વંચિત, શોષિત અને મજૂરો માટે લડનારા બાબા આધવનું 95 વર્ષની વયે અવસાન થયું.

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments