Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેક્સીનેશન અભિયાનના 6 દિવસોમાં જ વેક્સીનની અછત, સેન્ટર પર 'વેક્સીન ઉપલબ્ધ નથી' ના લાગ્યા બોર્ડ

વેક્સીનેશન અભિયાનના 6 દિવસોમાં જ વેક્સીનની અછત, સેન્ટર પર 'વેક્સીન ઉપલબ્ધ નથી' ના લાગ્યા બોર્ડ
, શનિવાર, 26 જૂન 2021 (23:33 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 જૂનાના રોજ દેશમાં મોટાપાયે રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે 5 દિવસ પહેલાં જ અમદાવાદના બોડકદેવથી વેક્સીનેશન મહાઅભિયાનની શરૂઆત શરૂ કરી હતી. જ્યારે મહાઅભિયાનના 6ઠ્ઠા દિવસે જ વેક્સીનની અછત સર્જાઇ છે. 
 
શહેરના ઘણા વિસ્તારના વેક્સીનેશન સેંટર પરથી ચોંકાવનારી વાત સામે આવી છે. પાલડી, અર્બન સેન્ટર, એલિસ બ્રિજ, ફતેપુર ગામના સરકારી ગામ, જોધપુર કામેશ્વર સ્કૂલ અને વસ્તાપુર સામુયિક હોલમાં વેક્સીન નથી. અહીં ગેટની બહાર 'વેક્સીન ઉપલબ્ધ નથી' ના બોર્ડ લગાવી દીધા છે. 
 
વીકએન્ડૅના લીધે લોકો
મોટી સંખ્યામાં વેક્સીનેશન સેન્ટર પહોંચી રહ્યા છે. વેક્સીન ખતમ થતાં લોકો પરેશની ભોગવી રહ્યા છે. કારણ કે એક સેંટર પર વેક્સીન ખતમ થતાં લોકો બીજા સેન્ટર પર પહોંચી રહ્યા છે, જેથી ત્યાં ભીડ વધી રહી છે. તેથી લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. 
 
વેક્સીન સેંટર પર વેક્સીન લગાવવા આવેલા કપિલ ઢોલેરિયાએ જણાવ્યું હતું કે સરકારે પર્યાપ્ત માત્રામાં વેક્સીન ઉપલબ્ધ કરાવવી જોઇતી હતી. અમારા વિસ્તારમાં રસીકરણ કેદ્ર તો છેલ્લા ત્રણ મહિનાથી બંધ છે, એટલા માટે અહીં લોકોને અલગ-અલગ સ્થળો પર જવું પડે છે. જ્યારે સરકાર વેક્સીન જાગૃત અભિયાન ચાલી રહ્યું છે તો પહેલાં વેક્સીનની વ્યવસ્થા કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં સતત કોરોનાનો કહેર ઘટ્યો, આજે નોંધાયા 122 નવા કેસ, 3ના મોત