Biodata Maker

Temple Closed- સંક્રમણ વધતાં ડાકોર-શામળાજી સોમવારે, દ્વારકા-બહુચરાજી અઠવાડિયા માટે બંધ; માત્ર પૂજારી પૂજા-અર્ચના કરશે, ઓનલાઇન કરી શકાશે

Webdunia
સોમવાર, 17 જાન્યુઆરી 2022 (11:04 IST)
રાજ્યભર કોરોનાના વધતા કેસના પગલે વિવિધ મંદિરોને એક દિવસથી લઈને એક અઠવાડિયા સુધી બંધ કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ વધતા જગતમંદિર અને બેટ દ્વારકા 17 થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. મંદિરમાં પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ ભગવાન શ્રીજીની પૂજા અને આરતી કરશે. આ ઉપરાંત બહુચરાજી પણ એક અઠવાડિયું બંધ રહેશે. જોકે ડાકોર અને શામળાજી સોમવારે એક દિવસ માટે બંધ રહેશે.ચોટીલા મંદિરમાં આરતીમાં લોકોને પ્રવેશ નહિં મળે, પણ દર્શન ચાલુ જ રહેશે, આ દરમિયાન બધા મંદિરોમાં ઓનલાઈન આરતીથી દર્શન થઈ શકશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. રાજયમાં દિનપ્રતિદિન કોરોનાં કેસ વધતા રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં અને ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં 150 વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે તેવા નિયંત્રણો તા.22 જાન્યુઆરી સુધી મુકવામાં આવ્યા છે.સોમવારે પૂર્ણિમા હોય આ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ યાત્રાધામમાં દર્શનાર્થે આવે છે. આથી આ બાબત ધ્યાનમાં રાખી કોરોનાં સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં રૂપે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ અને કલેક્ટર દ્વારા તા.17 થી 23 જાન્યુઆરી સુધી જગતમંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે, દ્વારકાધીશ મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા નિત્યક્રમ મુજબ પૂજા આરતી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કેસનો રાફડો ફાટતા જગતમંદિર ભાવિકો માટે દર્શન અર્થે બંધ કરવામાં આવ્યું હતું.કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કેસ એકદમ વધી જતાં જગતમંદિરમાં ભાવિકોને દર્શન માટે પ્રતિબંધ મૂકાયો હતો. જો કે, ભકતોએ વેબસાઇટના માધ્યમથી ઓનલાઇન દર્શન કર્યા હતાં. આ જ રીતે આગામી તા.17 થી 23 જાન્યુઆરી સુધી ભક્તો દ્વારકાધીશની ઓફિસિયલ વેબસાઈટ મારફત ભગવાન દ્વારકાધીશના ઓનલાઈન દર્શન કરી શકશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

આગળનો લેખ
Show comments