Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બનાસકાંઠામાં ફટાકડા ફેક્ટરીમા બ્લાસ્ટ, મોતની સંખ્યા વધીને 21 થઈ, મ્રુતકોને 4 લાખની સહાય

Firecracker Factory Boiler Explosion
, મંગળવાર, 1 એપ્રિલ 2025 (18:05 IST)
Firecracker Factory Boiler Explosion

 
ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે.  આગની ઘટના અંગે જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 108 એમ્બ્યુલન્સની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર હાજર થઈ ગઈ છે. આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો વધવાની શક્યતા છે. ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ અને ત્યાર બાદ થયેલા વિસ્ફોટમાં 17 લોકોનાં મોત નિપજ્યાં છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, આસપાસના વિસ્તારના બારીઓના કાચ ફુટી ગયા હતા. બોમ્બ બ્લાસ્ટ જેવો ભયાનક અવાજ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ અંગે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ કડક કાર્યવાહી કરવા માટેના નિર્દેશ આપ્યા હતા. દોષિતોને સરકાર છોડશે નહી કે કોઇ ચમરબંધીને છોડવામાં આવશે નહી તેવી ફરી એકવાર બાંહેધરી આપવામાં આવી હતી.
 
મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી
 
મુખ્યમંત્રીએ કહ્યું કે, ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના કારણે શ્રમિકોનાં નિપજેલા મોત ખુબ જ હૃદયદ્રાવક છે. દુખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના જે પણ ઇજાગ્રસ્ત થયા તેમની તથા મૃતકોના પરિવાર સાથે છે. ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર થાય અને તેઓ ઝડપથી રિકવરી આવે તે માટે સુચનો હોસ્પિટલને આપી દેવાયા છે. રાજ્ય સરકાર દ્વારા મૃતક પરિવારને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. ઇશ્વર મૃતક શ્રમિકોના આત્માને શાંતિ આપે અને ઇજાગ્રસ્તોને સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરૂ છું.
 
4 લાખની સહાય સામે પરિવાજનોનો રોષ, અમે ગરીબો ભેગા થઇ સરકારને 4 લાખ આપીએ, અમારો છોકરો પાછો લાવી આપો
 
ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મજૂરો બે દિવસ પહેલાં જ અહીં મજૂરીકામ માટે આવ્યા હતા અને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા. આ દરમિયાન બ્લાસ્ટ થતાં તેમનાં મોત નીપજ્યાં છે. હાલ મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

બનાસકાંઠામાં ફટાકડા ફેક્ટરીમાં બોયલર ફાટવાથી 7 મજૂરોના મોત થઈ ગયા અને 5 મજૂર ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા. ફેક્ટરે ડીસાના ઘુનવા રોડ પર છે. ફાયર બિગ્રેડ વિભાગના કર્મચારી સતત આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યા છે.  
 
શરૂઆતની માહિતી મુજબ બોયલર ફાટવાથી ફટાકડા ફેક્ટરીમાં આગ લાગી ગઈ. ફેક્ટરીમાં કામ કરી રહેલા મજૂરો આની ચપેટમાં આવી ગયા. અત્યાર સુધી સાત મજૂરોની ડેડ બોડી જપ્ત કરવામાં આવી છે. મરનારાઓની સંખ્યા વધી શકે છે.  
 
દીપક ટ્રેડર્સ નામની આ ફટાકડા ફેક્ટરી ખૂબચંદ સિંધીની છે. તે આ ફેક્ટરીમાં વિસ્ફોટક લાવીને ફટાકડા બનાવતા હતા. જો કે અત્યાર સુધી કંપની પાસે તેનુ લાઈસેંસ હતુ કે નહી તેની માહિતી સામે આવી નથી.  
 

 
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ માહિતી મળી તે મુજબ બોઇલર ફાટવાથી ઘટના ઘટી છે. જેમાં બિલ્ડીંગ ઘરાશાયી થયું છે. જેની નીચે કેટલાક લોકો દટાયેલા છે. જેમાંથી કેટલાકને બહાર કાઢવામાં આવ્યા છે. પાંચ લોકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેઓની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર, નગરપાલિકા અને ફાયર આ બધી જ ટીમો હાલ કામ કરી રહી છે.

આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા મજૂરો સુરક્ષિત છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ, 11 જેટલા મજૂરની લાશ બહાર કાઢવામાં આવી છે. જ્યારે પાંચ જેટલા ઘાયલ મજૂરને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે.
 
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલ, ડીસા ડી.વાય.એસ.પી સી.એલ. સોલંકી, મામલતદાર વિપુલ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
 
માનવ અંગ દૂર-દૂર સુધી પડેલા જોવા મળ્યા 
વિસ્ફોટક દરમિયાન મજૂર ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા. અચાનક થયેલ વિસ્ફોટથી તેમને ભાગવાની પણ તક મળી નહી.  વિસ્ફોટ એટલો ભીષણ હતો કે અનેક મજૂરોના અંગ પણ દૂર દૂર સુધી વિખરાયેલા જોવા મળ્યા.  ફેક્ટરીની પાછળ ખેતરમાં પણ કેટલાક માનવ અંગ મળ્યા છે.  આગ પર કાબુ મેળવ્યા પછી હવે ફાયર બ્રિગેડના કર્મચારી ફેક્ટરીની અંદર કૂલિંગ કરી રહ્યા છે.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2, 3, 4 એપ્રિલ સુધી ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે.