Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મિયામી દુર્ઘટનામાં ગુજરાતી પરિવાર ગુમ, 102 લોકોને રેસ્ક્યૂ કરાયા

મિયામી દુર્ઘટનામાં ગુજરાતી પરિવાર ગુમ, 102 લોકોને રેસ્ક્યૂ કરાયા
, શનિવાર, 26 જૂન 2021 (23:53 IST)
અમેરિકાના મિયામીમાં બીચ પર તૈયાર કરવામાં આવેલી શૈમ્પ્લેન ટાવર્સ નામની 12 માળની બિલ્ડીંગ ગુરૂવારે રાત્રે અચાનક ઢળી પડી હતી. મોડી રાત્રે સર્જાયેલી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું નિધન થયું છે અને 99 લોકો ગુમ છે. રેસ્ક્યૂ ટીમે અત્યાર સુધીમાં 102 લોકોને રેસ્ક્યૂ કરી ચૂક્યા છે. ગુમ લોકોમાં એક ગુજરાતી પરિવારની ભાવના પટેલ (38), તેમના પતિ વિશાલ (41), અને એક પુત્રી ઇશાનો પણ સમાવેશ થાય છે. ભાવના પટેલના ફેમિલી ફ્રેંડના જણાવ્યા અનુસાર ભાવના પ્રેગ્નેંટ હતી. 
 
બચાવ દળ ગુમ થયેલા લોકોને શોધવા મઍટે સોનાર ટેક્નોલોજી અને ડોગસ્કોડની મદદ લઇ રહી છે. મિયામી ડેડ પોલીસના ડાયરેક્ટર ફ્રેડી રેમિરેઝએ જણાવ્યું હતું કે તેમની ટીમ રેસ્ક્યૂ એન્ડ રિસર્ચ મોડ પર કામ કરી રહી છે. ટીમના સતત પ્રયત્નો ચાલુ છે. કાળમાટ નીચેથી બૂમો સંભળાઇ રહી છે. 
 
આ બિલ્ડીંગમાં રહેનાર બૈરી કોહેનને કહ્યું કે હું 3 વર્ષથી રહું છું. બિલ્ડીંગ ધરાશાયી થઇ તે સમયે બૈરી અને તેમની પત્ની તાત્કાલિક બહાર નિકળ્યા, પરંતુ ઇમારતનું નામોનિશાન બચ્યું ન હતું. છત પરથી ફક્ત કાટમાળ અને ધૂળ નીચે પડી રહી હતી. અમે અમારી બાક્લનીમાં ફસાઇ ગયા, અમને ફાયર ફાયટર્સએ રેક્સ્યૂ કર્યા. તેમણે જણાવ્યું કે આ રેક્સ્યૂમાં 20 મિનિટ લાગી, પરંતુ અમને લાગ્યું કે મારી જીંદગી દર્દનાક ઘટનામાં બચી ગઇ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેક્સીનેશન અભિયાનના 6 દિવસોમાં જ વેક્સીનની અછત, સેન્ટર પર 'વેક્સીન ઉપલબ્ધ નથી' ના લાગ્યા બોર્ડ