rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદની સ્કૂલમાં ધોરણ8ના વિદ્યાર્થીએ ધો-10 ના વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરતા મોત

murdered in a school in Ahmedabad
, બુધવાર, 20 ઑગસ્ટ 2025 (10:06 IST)
social media

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની છરીના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થીના મોત બાદ સ્કૂલ પર મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો કરતા સ્કૂલે તાત્કાલિક રજા જાહેર કરી છે.

એક અઠવાડિયા પહેલા સ્કૂલમાં સીડીઓ ઉતરતા સમયે 8માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની વચ્ચે બોલાચાલી થઈ હતી 

શું છે સમગ્ર મામલો 
 સ્કૂલમાં 8માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની વચ્ચે એક અઠવાડિયા પહેલાં વિદ્યાર્થી તેના પિતરાઈ સાથે સ્કૂલ છૂટવા સમયે સીડીઓ ઊતરી રહ્યો હતો ત્યારે ધોરણ 8ના એક વિદ્યાર્થી સહિત બે વિદ્યાર્થી સાથે ધક્કામુક્કી થઈ હતી. આથી બંને ભાઈઓને ધોરણ 8ના વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. તેથી ગઈ કાલે 8માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ સ્કૂલની રજા પછી ધોરણ 10નો વિદ્યાર્થી બહાર આવ્યો  ત્યારે સ્કૂલની સામે ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાની પાસે છુપાવી રાખેલી છરી કાઢીને સગીરને ઘા ઝીંકી દીધા હતા અને ભાગી ગયો હતો. 

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અફઘાનિસ્તાનમાં થયો ભયાનક માર્ગ અકસ્માત, 50 થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ