ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. સોનિયા ગાંધીએ થોડા દિવસો પહેલા નિવેદન આપ્યું હતું કે આજકાલ તો સૌ કોઈ વડાપ્રધાન બનવા ઈચ્છે છે. સોનિયા ગાંધીના આ નિવેદન પર માયાવતીએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
મંગળવારના રોજ એક ચૂંટણી રેલીને સબોધતા માયાવતીએ કહ્યું હતું કે, જો સોનિયા ગાંધી મનમોહન સિંહ જેવી વ્યક્તિને વડાપ્રધાન બનાવી શકે છે તો દલિતની ભણેલી-ગણેલી દિકરી એટલે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શા માટે પીએમ ના બની શકે.
માયાવતીએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, જો મનમોહન સિંહ કોઈપણ ચૂંટણી લડ્યા સિવાય પ્રધાનમંત્રી બની શકે છે. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એટલે કે માયાવતીએ અત્યારસુધીમાં કેટલીય ચૂંટણીઓ જીતી છે તે તેઓ શા માટે પીએમ ના બની શકે,
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા સોનિયા ગાંધીએ એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે આજકાલ પોતાના વડાપ્રધાન તરીકે રજૂ કરવાની એક રાજકીય ફેશન થઈ ગઈ છે.