Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પપ્પુ યાદવની ધરપકડ, બાદમાં મુક્ત

પપ્પુ યાદવની ધરપકડ, બાદમાં મુક્ત

ભાષા

પુર્ણિયા. રાજદ તરફથી મધેપુરાથી નિવર્તમાન બાહુબલી સંસદ રાજેશ રંજન ઉર્ફ પપ્પુ યાદવને પોતાની માતાના પક્ષમાં ચુંટણી પ્રચારના ક્રમમાં રોડ શો દરમિયાન ચુંટણી પંચના ઉલ્લંઘનના મુદ્દે પુર્ણિયાની પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસ અધિકારી એનએચ ખાને જણાવ્યું કે પુર્ણિયા જીલ્લા પ્રશાસનની મંજુરી વિના કસબા બજાર વિસ્તારમાં સેંકડો ગાડીના કાફલાઓનું નેતૃત્વ કરી રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે પપ્પુ યાદવની મા શાંતિ પ્રિયા કોંગ્રેસના સમર્થનમાં એક નિર્દળીય ઉમેદવારના આધારે પુર્ણિયા સંસદીય વિસ્તારથી ચુંટણી લડી રહી છે.

ખાને જણાવ્યું હતું કે યાદવની ભાદવી 171, એફ 188 અને ભારતીય દંડ વિધાન પ્રક્રિયા સંહિતાની કલમ 144 હેઠળ ધરપકડ કરાઈ હતી. બાદમાં તેમને 2000 રૂપિયાની ખાનગી જમાનત પર મુક્ત કરી દેવાયા હતાં.

Share this Story:

Follow Webdunia gujarati