જ્યોતિષ 2015 - જીવનની નાની-નાની સમસ્યાઓના સરળ ઉપાય
, સોમવાર, 16 માર્ચ 2015 (16:55 IST)
આજના સમયમાં દરેક માણસને કોઈને કોઈ સમસ્યા જરૂર છે. કોઈને પૈસાની ચિંતા છે તો કોઈને પોતાના પ્રમોશનની. કોઈ પોતાના પતિના ગુસ્સાથી પરેશાન છે તો કોઈને લાઈફમાં સક્સેસ મેળવવાની ચિંતા છે. આજે અમે તમને આ સમસ્યાઓના કેટલાક જ્યોતિષિય ઉપાય બતાવી રહ્યા છીએ. આ સમસ્યાઓ અને તેમના ઉપાય આ પ્રકારના છે.
આ છે લાઈફની નાની-મોટી સમસ્યાઓના સહેલા ઉપાય
પ્રમોશન માટે ઉપાય
દરેક નોકરિયાત માણસ ઈચ્છે છે તેનુ પ્રમોશન છે. આ માટે તે ખૂબ પ્રયાસ પણ કરે છે. પણ અનેકવાર આ પ્રયાસ વિફળ થઈ જાય છે અને પ્રમોશન નથી મળતુ. જો તમે પણ પ્રમોશન મેળવવા માંગો છો તો દરેક બુધવારે નીચે લખેલ ઉપાય કરો. આ ઉપાયથી જલ્દી જ તમારુ પ્રમોશન થઈ શકે છે.
ઉપાય -
બુધવારે સવારે ઉઠીને નહાયા પછી પીળા રંગના શ્રીગણેશ ભગવાનની પૂજા કરો. પૂજનમાં શ્રીગણેશને હળદરની પાંચ ગાંઠ શ્રી ગણાધિપતયે નમ: બોલતા ચઢાવો. ત્યારબાદ 108 દુર્વા પર ભીની હળદર લગાવીને શ્રી ગજવકત્રમ નમો નમ: બોલતા ચઢાવો. આ ઉપાય દર બુધવારે કરવાથી પ્રમોશન થવાની શક્યતાઓ વધી જાય છે.
પતિના ગુસ્સાને કરો આ રીતે કાબુ
પતિ-પત્નીમા બોલચાલ થતી રહે છે. કેટલાક પતિ એવા પણ હોય છે જે વાત વાત પર ગુસ્સે થઈ જાય છે. ક્યારેક ક્યારેક આ સ્થિતિ વધુ બગડી જાય છે. જ્યારે પતિનો સ્વભાવ ગુસ્સેલ હોય છે. જો તમારા પતિનો સ્વભાવ પણ ગુસ્સેલ છે અને તેઓ પણ વાત વાતમાં ક્રોધિત થાય છે તો આ ઉપાય કરો
ઉપાય - જ્યારે તમારા પતિ ઉંઘમાં ગરકાવ થઈ જાય ત્યારે એક નારિયલ, સાત ગોમતી ચક્ર અને થોડો ગોળ લઈને આ બધી સામગ્રીને એક પીળા કપડામાં બાંધી લો. હવે આ પોટલીને તમારા પતિ ઉપરથી સાત વાર ઉતારીને વહેતા જળમાં વહાવી દો. આ ઉપરાંત રોજ સૂર્યને અર્ધ્ય આપો અને તમારી મનોકામના કહો. થોડો સમયમાં જ આ ઉપાયની અસર તમને જોવા મળશે.
જો તમે લગ્ન માટે પ્રયત્નો કરીને થાકી ગયા છે તો નીચે લખેલ મંત્રનો વિધિવત જાપ કરવાથી તમારી આ સમસ્યા દૂર થઈ શકે છે.
જલ્દી લગ્ન માટે ઉપાય
મંત્ર - स देवि नित्यं परितप्यमानस्त्वामेव सीतेत्यभिभाषमाण:।
दृढ़वतो राजसुतो महात्मा तवैव लाभाय कश्तप्रयत्न:।।
જાપ વિધિ
- તમારી સામે માં ભગવતીનુ ચિત્ર મુકીને વિધિવત પૂજા-અર્ચના કરો અને ફૂલ ચઢાવો.
- ત્યારબાદ આ મંત્રનો 108 વાર(1 માળા) જાપ કરો
- જાપ દરમિયાન ગાયના ઘી નો દીવો સળગતો રહે.. આ વાતનુ ધ્યાન રાખો.
- આસન કૃશ નું અને માળા લાલ ચંદનની હોય તો સારુ રહે છે.
- આ પ્રયોગ 45 દિવસો સુધી કરો. તેના તરત લાભ થશે.
પૈસા માટે ઉપાય
આજના સમયમાં દરેકને પૈસાની તંગી સામાન્ય સમસ્યા છે. જો તમે આ સમસ્યાનુ સમાઘાન ઈચ્છો તો બુઘવારના દિવસે નીચે લખેલ ઉપાય કરો.
ઉપાય - બુઘવારના દિવસે કોઈપણ સમયે જ્યારે કોઈ કિન્નર(માસીબા) દેખાય આવે તો તેને રૂપિયા વગેરે ભેટ કરો. શક્ય હોય તો તેને ભોજન પણ કરાવો. ત્યારબાદ એ માસીબા પાસેથે એક સિક્કો (તેની પાસે મુકી રાખેલો, તમારા દ્વારા આપેલ નહી) માંગી લો. આ સિક્કાને તમારા ગલ્લા, કેશ બોક્સ કે ઘન મુકવાના સ્થાન પર મુકી દો. થોડાક જ દિવસોમાં તમારી સમસ્યાનુ સમાઘાન થઈ શકે છે.