અક્ષય તૃતીયા મૂળ રૂપે મહાલક્ષ્મીની પ્રાપ્તિ માટે શુભ મુહુર્ત છે. આ દિવસે કરવામાં આવેલ લક્ષ્મી સાધના અને સોના-ચાંદીની
ખરીદારી સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો અતિશુભ પર્વ મંગળવારે તારીખ 21.04.2015ના રોજ છે. વર્ષ 2015માં અક્ષય તૃતીયા પર સર્વાર્થ સિદ્ધિયોગ, રવિયોગ, મંગળાદિત્ય યોગ અને બુધાદિત્ય યોગનો મહાસંયોગ બની રહ્યો છે.
અક્ષય તૃતીયા પર આ દુર્લભ સંયોગ 191 વર્ષ બાદ બની રહ્યો છે. મુહુર્ત ચિંતામણિ, કૌસ્તુંભ ગ્રંથ અને નક્ષત્ર મેખલાની ગણના મુજબ મુહુર્ત અને યોગોના તર્ક પર એવો સદ્દભૂત સંયોગ અનેક વર્ષો પછી આવી રહ્યો છે. તેથી મંગળવારે તારીખ 21.04.2015 નો દિવસ માંગલિક કાર્ય, દાન-પુણ્ય અને ભૂમિ, ભવન, વાહન અને સુવર્ણની ખરીદી માટે અતિશુભ રહેશે. આ દિવસે સૂર્ય મેષ, ચંદ્રમા વૃષભ અને ગુરૂ કર્ક રાશિમાં રહીને મંગળકારી યોગ બનાવશે.
આ દિવસે કૃતિકા નક્ષત્ર, સૌભાગ્ય યોગ, ગર કરણ, વૃષમાં ઉચ્ચનો ચંદ્ર છે. સવારે 6 વાગીને 15 મિનિટે સવારે 11 વાગીને 57 સુધી સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે અને સવારે 11 વાગીને 58 મિનિટથી સૂર્યાસ્ત સુધી શુભ રવિયોગ બની રહ્યો છે. મઘ્યાનના સમય મંગળાદિત્ય અને બુઘાદિત્ય યોગ પણ બની રહ્યો છે.
શાસ્ત્રોમુજબ અક્ષય તૃતીયાને અનંત-અક્ષય-અક્ષુણ્ણ ફળદાયક માનવામાં આવે છે. આ દિવસે મહાલક્ષ્મીની પ્રસન્નતા માટે પણ વિશેષ અનુષ્ઠાન થાય છે. જેનાથી અક્ષય પુણ્ય મળે છે. સવારે ઉઠીને નિત્યકર્મથી પરવારીને શાંત ચિત્ત થઈને વિધિ વિધાનથી લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અને પીળા ફૂલોથી કરવા પર દરેક મનોકામના પુર્ણ થાય છે.
આ દિવસે લક્ષ્મી નારાયણને નૈવૈદ્યમાં જે સત્તૂ, કાકડી અને ચણાની દાળ અર્પિત કરવામાં આવે છે. ત્યારબાદ બ્રાહ્મણોને વાસણ અને વસ્ત્ર વગેરે દાન કરી દક્ષિણા આપવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણોને જળથી ભરેલ ઘડો, પંખો, ખડાઉં, છત્રી, ચોખા, મીઠુ, ઘી, શક્કરટેટી, કાકડી, ખાંડ, સાગ, આમલી, સત્તુ વગેરેનુ દાન કરવામાં આવે છે અને ગરીબોના શરબત, ઠંડુ દૂધ, ચપ્પલ અને છત્રીનુ દાન કરવુ શ્રેષ્ઠ રહે છે.