Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1-1-11નો અતિ શુભ સંયોગ

1-1-11નો અતિ શુભ સંયોગ
N.D
આવનારા વર્ષનો પ્રથમ દિવસ આંકડાઓનો નવો સરવાળો લઈને આવશે. વર્ષની પ્રથમ તારીખ એક સાથે ચાર 'એક' લઈને આવશે. તેને એક અને એક અગિયારના રૂપમાં પણ જોઈ શકાય છે એટલુ જ નહી આ વર્ષે અંકોના કેટલાક વધુ અનોખા સંયોગ પણ બનશે.

એક જાન્યુઆરી બે હજાર અગિયારને અંકોમાં લખવાથી એક સાથે ચાર વાર એક દેખાશે. સરળ લિપિમાં લખવથી આ 1-1-11 આ રીતે લખવામાં આવશે. જેમા આ સરવાળો કુલ 4 બનશે જેને અંકશાસ્ત્ર દ્વારા સારી સ્થિતિ બતાડવામાં આવે છે.

હિતકારી રહેશે અંકનુ ગણિત - અંકશાસ્ત્રીઓના મુજબ 1 અને 9ને પ્રતિનિધિ અંક માનવામાં આવે ચ હે. આ અંકોની હાજરી દેશમાં ખેતી, ઉત્પાદન વગેરે ક્ષેત્રોમાં સારી સ્થિતિને બનાવશે. આ અંકનો સરવાળો સૌથી શક્તિશાળી છે અને તેનાથી અહીં દુર્ઘટનાઓ પર અંકુશ લાગશે, તો બીજી બાજુ રાજનીતિમાં સ્થિરતાની સ્થિતિ બનશે.

webdunia
N.D
નવુ વર્ષ શરૂ થતા જ સાત અંકોને સાથે જ 10 અંકોનો સંયોગ બની રહ્યો છે. જ્યારે જાન્યુઆરી 2011ના રોજ ધડિયાળની સોઈ 11 વાગીને 11 મિનિટ અને 11 સેકંડ પર હશે ત્યારે તારીખનો ક રમ 01-01-11 હશે અને જો આ તારીખની સાથે સાથે સમય પણ જોડવામાં આવે તો અંકોનો ક્રમ 01 - 01 -11 -11 -11 -11 આ પ્રકારની એક જાન્યુઆરીને 10 એક નો સંયોગ નિર્મિત થઈ રહ્યો છે, જો આ બધા 10 અંકોને જોડી દેવામાં આવે તો તેનો મૂલાંક પણ 1 જ આવશે.

અંક શાસ્ત્રના મુજબ દુનિયમાં 1 અંક પર સૂર્યદેવનુ અધિપત્ય છે અને સૂર્યદેવને જ્યોતિષમાં ગ્રહોના રાજા માનવામાં આવે છે. નવા વર્ષના પ્રથમ જ દિવસે 10 અંકના આ સંયોગથી આ વર્ષ સૂર્યદેવથી વિશેષ પ્રભાવિત રહેશે.

યોગ એવા પણ આવશે ; વર્ષ 2011માં 1-1-11ની સ્થિતિ ઉપરાંત કેટલીક તારીખો એવી પણ આવશે, જે અંકોના કેટલાક નવા યોગ બનાવશે. એવા યોગ ઓછામાં ઓછા સો વર્ષમાં એકવાર બને છે. આ તારીખોમાં 9-10-11 (9 ઓક્ટોબર 2011) અને 11-11-11 (11 નવેમ્બર 2011)નો સમાવેશ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati