Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્પેશ્યલ ચા ! દિવસમાં 2 વાર પીવો.. પછી જુઓ કમાલ

સ્પેશ્યલ ચા ! દિવસમાં 2 વાર પીવો.. પછી જુઓ કમાલ
, શુક્રવાર, 28 એપ્રિલ 2017 (23:01 IST)
બદલતી લાઈફસ્ટાઈલ અને ભાગદોડ ભરેલી જીંદગીમાં કોઈની પાસે પોતાના આરોગ્યનો ખ્યાલ રાખવાનો સમય નથી.  ખાનપાનમાં થઈ રહેલ નિરંતર દબાણને કારણે લોકો આજે કોઈને કોઈ બીમારીથી ગ્રસ્ત રહે છે. આવામાં તેમને ખબર જ નથી કે તેમના આરોગ્ય માટે શુ સારુ છે અને શુ ખરાબ. જો તમે તમારા રોજબરોજની જીંદગીમાં કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવી લો તો કેટલુ સારુ રહે.  નાની મોટી બીમારીઓ માટે ડોક્ટર પર આધાર રાખીને બેસવુ ન પડે. આજે અમે તમને એક ચા વિશે બતાવીશુ જેને દિવસમાં બે વાર પીવાથી તમે જીવનભર સ્વસ્થ રહી શકો છો અને અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો. 
 
ચા બનાવવાની રીત 
 
2 કપ પાણીમાં 2 ચમચી તજનો પાવડર, 4 લવિંગ અને 1 આદુનો ટુકડો નાખીને 10 મિનિટ માટે ઉકાળી લો. પછી તેને ગાળીને થોડાક ટીપા લીંબૂનો રસ અને એક ચમચી મધ નાખો. 
 
1. શરીરનો દુખાવો 
 
બદલતી લાઈફસ્ટાઈલમાં થોડુક કામ કરવા માત્રથી આખુ શરીર દુખવા માંડે છે. આવામાં આ ચા મા રહેલ એંટી ઈંફ્લેમેટરી શરીરનો દુખાવાથી છુટકારો અપાવે છે. 
 
2. પેટની ચરબી ગાયબ - આ ચા ની થર્મોજેનિક ક્વાલિટી ફેટને બર્ન કરે છે. આ ચા ને દિવસમાં 2 વાર પીવાથી પેટની આસપાસની ચરબી ગાયબ થઈ જાય છે. 
 
3. ડાયાબિટીઝથી બચાવ - આ ચા મેટાબોલિજ્મને ઝડપી કરે છે અને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. સાથે જ ડાયાબિટીઝથી બચાવ કરે છે. 
 
4. કોલેસ્ટ્રોલ ઘટાડે - આ ચા લોહીની નળીઓમાં બૈડ કોલેસ્ટ્રોલને એકત્ર થતુ રોકે છે.  સાથે જ કોલેસ્ટ્રોલને ઘટાડીને બ્લડ સર્કુલેશનને નોર્મલ રાખે છે. 
 
5. શરદી-તાવમાં રાહત - આ ચામાં રહેલ એંટી-બેકટેરિયલ ગુણ શરીરની ઈમ્યુનિટીને વધારીને શરદી-તાવ જેવી નાની-નાની પરેશાનીઓની સારવાર કરે છે. 
 
6. ડાયજેશન - આ ચા ગેસની તકલીફને દૂર કરે છે અને ડાયજેશન સારુ થાય છે. રોજ આ ચા દિવસમાં 2 પીવાથી પેટની બધા પ્રકારની સમસ્યા ગાયબ થઈ જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભીંડાના ફાયદા જાણશો તો રોજ ભીંડા ખાવાનું શરૂ કરી દેશો