હોળીના દિવસે તમે રંગ રમવામાં એટલા મસ્ત હોય કે જમવાનુ બનાવવાનો ઝાઝો સમય જ ન મળે, આવા સમયે થોડીક મીઠાઈઓ એક દિવસ પહેલા બનાવી શકાય છે. એકાદ ચટપટુ વ્યંજન એવુ જેમાં વધુ મહેનત પણ કરવી પડે.
વિધિ - કેસરને 1 નાની ચમચી પાણીમાં પલાળીને ઘોટી લો. માવાને સાધારણ શેકી લો. ઠંડો થયા પછી હાથથી મસળીને તેણે ચિકણો કરો. આમા દળેલી ખાંડ નાખીને સારી રીતે ભેળવો. આ માવાનો 1/4 ભાગ જુદો કાઢી તેમા કેસર મેળવી દો. જેથી પીળો રંગ આવી જશે. આના નાના નાના ગોળા બનાવી લો. માવાના સફેદ ભાગના ગોળ ચમચમ બનાવો. તેને આંગળીથી ડાબીને તેમાં પીળી ગોળી મૂકીને ઘીરેથી બંધ કરી દો.
આ રીતે બધા ચમચમ બનાવીને તેને નારિયળના છીણથી લપેટી દો. એક પ્લેટમાં સજાવી દરેક ચમચમ પર પિસ્તાને ભભરાવો.