Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળીની ઉજવણી

Webdunia
W.D
ફાગણ શુક્લ અષ્ટમીથી પૂનમ સુધી આઠ દિવસ હોળાષ્ટક માનવામાં આવે છે. આ સાથે જ હોળી ઉત્સવ મનાવવાની શરૂઆત થઈ જાય છે. હોળી દહનની તૈયારી પણ આ દિવસથી શરૂ થઈ જાય છે.

- હોળાષ્ટકના પ્રથમ દિવસે કોઈ ઝાડની શાખાને કાપીને તેના પર રંગ બિરંગી કપડાના ટુકડા બાંધવામાં આવે છે.
- શાખાને જમીનમાં એ રીતે રોપવામાં આવે છે કે તેનો અડધાથી વધુ ભાગ જમીનની ઉપર રહે.
- પછી આ ડાળીની આસપાસ લોકોનુ જૂથ એકઠુ થઈન નાચે છે અને એકબીજા પર અબીલ-ગુલાલ ઉડાડે છે.
- હોળાષ્ટકના છેલ્લા દિવસે એટલે કે ફાગણ પૂનમે હોળીનો મુખ્ય તહેવાર ઉજવવામાં આવે છે.
- આ તહેવારના દિવસે જ્યાં ડાળીને રોપી હતી ત્યાં ખાડો કરીને તેમાં લાકડીઓ, ઘાસ-ફૂસ, છાણા, કે છાણની બનેલી વિશેષ આકૃતિઓથી સજાવવામાં આવે છે. ઉપર હાર, પતંગ વગેરેથી સજાવવામાં આવે છે જેને હોળીકા કહે છે. આ હોળીની આસપાસ રંગોળી પૂરવામાં આવે છે. પછી શુભ મૂહર્તે હોળી પ્રગટાવવામાં આવે છે.
- હોળી પ્રગટતા જ લોકો પાણી,પૂજન સામગ્રી અને ઘાણી-ચણા-ખજૂર -નારિયળ લઈને તેની પૂજા કરે છે. હોળીકાની આસપાસ પાણી ફેરવી તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે.
- જુદા જુદા રાજ્ય અને જુદા જુદા સમાજની જુદી જુદી પૂજા વિધિ હોય છે. તેથી હોળીકાનુ પૂજન પોતાની પારંપારિક પૂજા પધ્ધતિ અનુસાર જ કરવુ જોઈએ. હોળીની પૂજા વેડમી, સેવઈ જેવા પકવાનોથી પણ કરવામાં આવે છે.
- આ તહેવાર નવો પાકના આનંદ, ઉલ્લાસમાં પણ ઉજવાય છે.
- હોળીકા દહન પછી તેની રાખ નીકળે તેને શરીર પર ચોપડવી જોઈએ અને આ રાખને ચોપડતી વખતે નીચેનો મંત્ર બોલવો જોઈએ.
वंदितासि सुरेन्द्रेण ब्रम्हणा शंकरेण च ।
अतस्त्वं पाहि माँ देवी! भूति भूतिप्रदा भव ॥
એવી માન્યતા છે કે સળગતી હોળીની રાખ ઘરમાં સમૃધ્ધિ લાવે છે. સાથે જ આવુ કરવાથી ઘરમાં શાંતિ અને પ્રેમનુ વાતાવરણનુ નિર્માણ થાય છે.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

Show comments