Webdunia - Bharat's app for daily news and videos

Install App

રંગોનો મન સાથે સંબંધ

Webdunia
W.D
જ્યારે કેસર-ક્યારિઓ સજીને હસવા લાગે, જ્યારે ગ્રામ્ય અંચલોથી રસીલા, સુરીલા, મીઠા ફાગની સુમધુર સ્વર લહેરીઓ ઉઠવા માંડે છે. જંગલ ટેસૂના ફૂલોથી પટાઈ જાય અને જ્યારે સુરમ્ય ખેતરોમાં સોનેરી દૂઘ ભરીને ઘઉંના મુલાયમ ડૂંડાઓ ઝૂમવા લાગે તો સમજો કે હોળી આવી ગઈ. હોળી કે સુંગંધી, મદમસ્ત, ખુશી અને મસ્તીથી ભરેલો તહેવાર છે. કુદરત પણ આ રંગીલા તહેવાર પર અગણિત રંગ-બિરંગી સુગંધિત પ્રસાધનો ફૂલોના રૂપમાં સજવા-ધજવા માંડે છે. કશેક કેસર, કનેર, ચંપા, ચમેલી અને ચાંદની શરમાવા લાગે છે. જ્યાં જુઓ ત્યાં રંગોનુ મનોરમ દ્રશ્ય જોવા મળે છે. માનો કુદરત પણ પૃથ્વી પર અવતરિત થઈને મનુષ્યની સાથે હોળી ઉજવવા મચલી ઉઠે છે. હોળી રંગોથી ભરેલી, રંગોમાં વસેલો, રંગોને ફેલાવતો રંગીલો તહેવાર અછે. રંગોનો કુદરત અને મન સાથે ખૂબ જ ઉંડો સંબંધ છે.

આસમાની રં ગ - આસમાની રંગ ધેર્યનુ પ્રતીક છે. આપણે કલ્પના કરીએ તો બની શકે કે કદી માણસે અધીરા થઈને દૂર સુધી ફેલાયેલા આકાશને નિહાળ્યુ અને આકશને તેમના એકાંકીપણના સાથી બનીને ધીરજ બંધાવ્યો હશે. ત્યારથી વિશાળ ગગનનો આછો ભૂરો રંગ ધેર્યનુ પ્રતીક બની ગયો હશે, એટલેકે આકાશની પ્રકૃતિ તેના રંગનો પ્રતિક બની ગઈ.

લીલો રંગ - લીલો રંગ ગતિ અને ચંચળતાનુ પ્રતિક છે. બની શકે કે નિરાશાથી હારીને મનુષ્યએ કોઈ દોડતી નદીના અવિરત પ્રવાહ પાસેથી આગળ વધવાની શિક્ષા મેળવી હશે. ત્યારે નદીનો ઘાટ્ટો લીલો રંગ ગતિ, જોશ અને આવેગનો પ્રતિક માનવામાં આવ્યો હશે. જો કે પાણી સદા રંગવિહિન હોય છે, પણ પોતાના સમ્મિલિત સ્વરૂપમાં નદી ઘાટ્ટા લીલ રંગને વ્યક્ત કરે છે અને આ રંગ નદીની પ્રકૃતિની જેમ જોશ અને ગતિને અભિવ્યક્ત કરે છે.

લીલાછમ ખેતરોમાં ખેતીને લહેરાતી જોઈને એક ખેડૂતનું મન સ્વાભાવિક રીતે ખુશી, ઉત્સાહ અને ઉમંગથી ઝૂમવા લાગે છે, કારણકે આ તેની અગાધ મહેનતના રૂપે પડેલા સ્વેટ બિંદૂઓનુ ઈનામ હોય છે, તેથે ખેતીને ચમકતી, ખીલતી જોઈને લીલા રંગને હર્ષ ઉલ્લાસ અને લીલોતરીનુ પ્રતિક માનવામાં આવ્યુ છે.

લાલ રંગ - કોઈ તાજા ખીલેલા ફૂલને જોઈને માનવીના મન જ્યારે આકુળ થઈ ગયો હશે ત્યારે તેના ચહેરા પર રક્તિમ આભા છવાઈ ગઈ હશે, ત્યારે લાલ રંગને જ રહસ્યાત્મકતાનુ પ્રતિક માની લેવાયુ હશે.

ગુલાબી રંગ - લાલ અને સફેદ રંગના મિશ્રણથી બનેલો રંગ એકદમ કોમળતાનુ પ્રતિક છે, કારણકે આ રંગ ગુલાબી છે અને ગુલાબ કદી કઠોર હોય એવુ લાગ્યુ છે તમને ? આની કોમળતા પર તો સાહિત્યમાં અગણિત રચનાઓ લખાઈ ગઈ છે.

સફેદ રંગ - સફેદ ચંદ્ર, સફેદ સસલુ, સફેદ હંસ, આ બધા શાંતિ ઘરાવવાની સાથે માનવીના હૃદયમાં પણ શાંતિને જ પ્રસારિત કરે છે. આને જોવા માત્રથી અપાર શીતળ શાંતિનો અનુભવ થાય છે. તેથી સફેદ રંગ આની પ્રકૃતિના મુજબ શાંતિનુ પ્રતિક છે.

કેસરિયો રંગ - અંગારાઓથી બળતા 'ટેસૂ વન'થી જ્યારે કોઈ રાજાની વિજયી સેના પસાર થઈ હશે અને એ જ રંગમાં રંગીને રાજાએ જ્યારે વિજય પતાકા લહેરાવી હશે, પછી પોતાના બગીચાઓમાં ખિલેલા કેસરની સુગંધમાં રચેલા વ્યંજન બનાવ્યા હશે તો એકાએક જ કેસરિયા રંગને રાજસી એશ્વર્ય અને વીરતાનુ પ્રતિક માની લીધુ હશે. રાજ વૈભવ જ્યારે ફીકો લાગવા માંડે ત્યારે ત્યાગની ભાવના જાગ્રત થાય છે. તે દરમિયાન યુધ્ધથે વિરક્ત થઈ શાંતિના સફેદ રંગની અનુભૂતિનો સમાવેશ થાય છે તો પરિણામ સ્વરૂપ પ્રાપ્ત રંગ જ ત્યાગનો પ્રતિક બની જાય છે. પહ્ચી જ્યારે કાલાંતરે ઋષિ, મુનિ, સાધુ-સંત, સંન્યાસીએ આને ધારણ કર્યુ તો આ રંગની પ્રતિકાત્મકતા નક્કી થઈ ગઈ.

પીળો રંગ - જ્યારે ખેતરમાં પીળી સરસોનો પાક લહેરાવવા લાગ્યો તો ફૂલો-સરસોના સ્વાગતમાં ખુશીઓ ભર્યો ઉત્સવ ઉજવાય છે. ગામના બધા લોકો ભેગા મળીને મિલન અને આત્મીયતાના ગીત ગાય છે. કદાચ તેથી જ પીળા રંગને પરસ્પર મિલન અને આત્મીયતાનો પ્રતિક માની લીધો છે.

કાળો રંગ - કાળો રંગ નિરાશા, મલીનતા અને નકારાત્મકતાનુ પ્રતીક છે. કદાચ તેથી જ અંધારુ કાળુ હોય છે અને અંધારામાં માણસ બેબસ થઈ જાય છે. કાળો કાગડો ગંદકી પર રહે છે અને કર્કશ અવાજ કરે છે અને કોલસાને તો અડકવા માત્રથી હાથ કાળા થઈ જાય છે.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

Show comments