Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 20 પ્રાણીઓ તથા 16 વનસ્પતિ સામે જોખમ

Webdunia
મંગળવાર, 10 મે 2016 (14:44 IST)
માનવસર્જિત પરિવર્તનો અને કુદરતી સ્રોતના વધુ પડતા વપરાશના કારણે જીવસૃષ્ટીને ભારે નુકસાન પહોંચ્યું છે. જેના કારણે ગુજરાતમાં 20 જેટલા પ્રાણીઓ અને 16 પ્રકારની વનસ્પતિઓનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે. સાંસદ પરિમલ નાથવાણીએ પુછેલા એક સવાલમાં પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઔદ્યોગિકરણનું આંધળુ અનુકરણ વન્ય જીવો માટે મોટુ જોખમ છે.જેમાં બ્લેકમાસહીર, ગોલ્ડ માસહીર, કાળા અને લીલા સમુદ્રી કાચબા, સફેદ ચાંચવાળા ગીધ, ગરૂડ, ગ્રેટર એડજટન્ટ-સ્ટોર્ક, ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ, લેસર ફ્લોરીન, સોશિએબલ લેપલિંગ, સ્પોટેડ ગ્રીનશાર્ક, ટપકાવાળાં જંગલી ઘુવડ, ઘોલ, કારકાલ, બ્લ્યૂ વ્હેલ અને ઘુડખરનો સમાવેશ થાય છે.  ઈન્ટરનેશનલ ફોર કન્વર્ઝેશન ઓફ નેચરના અભ્યાસ અનુસાર, છેલ્લાં બે વર્ષમાં પ્રાણીઓની 17 જાતોમાં વધારો થયો છે.

ભારતમાં 2013માં પ્રાણીઓની 658 જાતો જોખમમાં હતી.જે 2015માં વધીને 665 સુધી પહોંચી છે.જેમાં સૌથી વધુ માછલીઓની સંખ્યા 213થી વધીને 216 સસ્તન પ્રાણીઓની જાતો 95થી વધીને 98, પક્ષીઓની 80થી વધીને 88, સરિસૃપની 52થી વધીને 53 થઈ છે.જ્યારે વનસ્પતિની 16 જાતોમાં મેર, ગુગળ, ખાખરાનું અસ્તિત્વ જોખમમાં છે.બી.એસ.આઈ.ના સર્વે મુજબ એન્જિઓસ્પર્મ્સ, જિમ્નરસ્પર્મ્સ, ટેરડોફાયટ્સ સહિતની બે હજાર 136 જાતો નું માનવીય તથા કુદરતી પરીબળોને કારણે ગંભીર રીતે જોખમમાં હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. આમ પ્રાણીઓ પર્યાવરણના રક્ષણની વાતો કરતી ગુજરાત સરકાર ક્યારે જાગશે ? 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Surat- સુરતમાં ત્રણ છોકરીનાં રહસ્યમય મૃત્યુ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં- કેજરીવાલે કહ્યું

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? RSSએ ભાજપને પોતાનો નિર્ણય જાહેર કર્યો!

છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ, 5 યુવકોના મોત

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

આગળનો લેખ
Show comments