માનવસર્જિત પરિવર્તનો અને કુદરતી સ્રોતના વધુ પડતા વપરાશના કારણે જીવસૃષ્ટીને ભારે નુકસાન પહોંચ્યું છે. જેના કારણે ગુજરાતમાં 20 જેટલા પ્રાણીઓ અને 16 પ્રકારની વનસ્પતિઓનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે. સાંસદ પરિમલ નાથવાણીએ પુછેલા એક સવાલમાં પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઔદ્યોગિકરણનું આંધળુ અનુકરણ વન્ય જીવો માટે મોટુ જોખમ છે.જેમાં બ્લેકમાસહીર, ગોલ્ડ માસહીર, કાળા અને લીલા સમુદ્રી કાચબા, સફેદ ચાંચવાળા ગીધ, ગરૂડ, ગ્રેટર એડજટન્ટ-સ્ટોર્ક, ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ, લેસર ફ્લોરીન, સોશિએબલ લેપલિંગ, સ્પોટેડ ગ્રીનશાર્ક, ટપકાવાળાં જંગલી ઘુવડ, ઘોલ, કારકાલ, બ્લ્યૂ વ્હેલ અને ઘુડખરનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ ફોર કન્વર્ઝેશન ઓફ નેચરના અભ્યાસ અનુસાર, છેલ્લાં બે વર્ષમાં પ્રાણીઓની 17 જાતોમાં વધારો થયો છે.
ભારતમાં 2013માં પ્રાણીઓની 658 જાતો જોખમમાં હતી.જે 2015માં વધીને 665 સુધી પહોંચી છે.જેમાં સૌથી વધુ માછલીઓની સંખ્યા 213થી વધીને 216 સસ્તન પ્રાણીઓની જાતો 95થી વધીને 98, પક્ષીઓની 80થી વધીને 88, સરિસૃપની 52થી વધીને 53 થઈ છે.જ્યારે વનસ્પતિની 16 જાતોમાં મેર, ગુગળ, ખાખરાનું અસ્તિત્વ જોખમમાં છે.બી.એસ.આઈ.ના સર્વે મુજબ એન્જિઓસ્પર્મ્સ, જિમ્નરસ્પર્મ્સ, ટેરડોફાયટ્સ સહિતની બે હજાર 136 જાતો નું માનવીય તથા કુદરતી પરીબળોને કારણે ગંભીર રીતે જોખમમાં હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. આમ પ્રાણીઓ પર્યાવરણના રક્ષણની વાતો કરતી ગુજરાત સરકાર ક્યારે જાગશે ?