Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે ગતિશિલ ગુજરાત - ૯૨ હત્યા, ૩૩૨ અપહરણ, ૧૩૦ લૂંટ અને ૫૭૨ ઘરફોડ!

Webdunia
ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (14:13 IST)
આપણે દેશમાં ગુજરાતને ગતિશિલ હોવાની ઉપમા સાથે જોઈ રહ્યાં છીએ, તે ઉપરાંત ગુજરાતનો વિકાસ પણ હવે દેશમાં તેની ગાથા ગાઈ રહ્યો છે. તો  એક રિપોર્ટ મુજબ સૌથી વધુ તોફાનોના બનાવ અને ગુનાઓ વડોદરા શહેરમાં થયા છે વર્ષ ર૦૧પમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ગત ઓગસ્ટ માસ બાદ આ સંખ્યામાં વધારો થયો હતો. શહેર બળાત્કાર અને દલિત પર અત્યાચારના બનાવો પણ સૌથી વધુ બન્યા છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના અહેવાલો મુજબ પ૩ શહેરોના સર્વેમાં વર્ષ ર૦૧પમાં વડોદરા શહેરમાં ૭ર૮.૮ ટકા અને સુરતનો ૮૬.૯ ટકા ગુનાખોરીનું પ્રમાણ રહ્યું છે. ર૦૧૪માં ૧૩પ૪ તોફાનો અને ર૦૧પમાં ૧૭પ૧ તોફાનોના બનાવ બન્યા હતા. જેમાં અમદાવાદમાં ૧૧૮ બનાવો હતા. શહેરમાં ગુનાખોરીની વાત કરીએ તો ૯ર હત્યાઓ, પ૩ હત્યાની કોશિશ, ૩૩ર અપહરણના કેસ, ૧૩૦ લૂંટના કેસ, પ૭ર ઘરફોડ અને ર૪૯૬ ચોરીના બનાવો નોંધાયા છે.

ખંડણીના કેસોની વાત કરીએ તો ૪૬ જેટલા કેસ નોંધાયા છે. ૧૭૯ કેસ છેતરપિંડીના અને ગંભીર ધમકીઓ કરવા અંગેનાં ૧૬૯ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં ર૦૧૪માં ઇન્ડિયન પિનલ કોડ (આઇપીસી) મુજબ ૧પર૮૬ કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ ર૦૧પમાં ૧પ૯૬૮ કેસો એટલે કે ૪.૪ ટકા જેટલા વધુ કેસ નોંધાયા હતા. શહેરમાં ચોરી, લૂંટફાટ અને અપહરણના બનાવોમાં અંશતઃ ઘટાડો થયો છે. પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજી અને સીસીટીવી ફૂટેજ આરોપીઓને ઝપડવા માટે મદદરૂપ થાય છે. જેથી ગુનાખોરીની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અસ્માતનાં બનાવોથી પણ મૃત્યુ થતા બનાવો વધ્યા છે.
બળાત્કારનાં ગુનામાં પણ રાજ્યનાં અન્ય શહેરો કરતાં અમદાવાદમાં વધુ બન્યાં છે. ૫૯ જેટલા બળાત્કારનાં કેસો નોંધાયા છે. મહિલાઓ પર થતા શારીરિક અને માનસિક અત્યાચારના બનાવોમાં અમદાવાદ શહેર સૌથી ટોચ પર રહ્યું છે. પ૯પ જેટલા કેસ અમદાવાદ શહેરમાં મહિલાઓ પર અત્યાચારના નોંધાયા છે. ૬૧ટકા બળાત્કારના બનાવ ૧૯ થી ૩૦ વર્ષની યુવતીઓ સાથે બનવા પામ્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ, 5 યુવકોના મોત

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ… હુમલા પર સૌરભ ભારદ્વાજે શું કહ્યું

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કાશ પટેલ વિશે ટ્રમ્પનું નિવેદન,

આગળનો લેખ
Show comments