Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AAP એ સૂરતમાં લગાવ્યા પોસ્ટર, લખ્યુ આમ આદમી ના ડરે, આનંદીબેન ઘરે...

AAP એ સૂરતમાં લગાવ્યા પોસ્ટર, લખ્યુ આમ આદમી ના ડરે, આનંદીબેન ઘરે...
, મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (16:30 IST)
ગુજરાતમાં આનંદીબેન પટેલના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાની ક્રેડિટ આમ આદમી પાર્ટી લેવાની કોશિશ કરી રહ્યુ છે. ગુજરાતના સૂરતમાં  AAP પોસ્ટર લગાવ્યા છે. જેના પર લખ્યુ છે કે આમ આદમીના ડરે આનંદીબેન ઘરે.  AAP નેતા આશુતોષે કહ્યુ કે આવા પોસ્ટર અમે આવનારા દિવસોમાં સંપૂર્ણ ગુજરાતમાં લગાવીશુ. 
 
આશુતોષે કહ્યુ કે બીજેપીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને કારણે આનંદીબેન પટેલને હટાવ્યા. જો બીજેપીમાં કોઈ ભગોડા છે તો એ છે આનંદીબેન પટેલ.  AAPએ કહ્યુ, 'આનંદીબેન પટેલને રાજ્યપાલ બનાવવાની રજૂઆત કેમ કરવામાં આવી રહી છે.   ગુજરાતમાં એક કઠપુતળીને હટાવીને બીજી કઠપુતળીને લાવવામાં આવશે. જ્યા સુધી હાલત નથી બદલતા ત્યા સુધી કઠપુતલી બદલવાનો કોઈ ફાયદો નથી. 
 
આશુતોષે કહ્યુ કે દલિતો પર અત્યાચાર થયો, તે બીજેપીને દેખાતુ નથી. આ મામલામાં કાર્યવાહી ત્યારે થઈ જ્યારે કેજરીવાલ ગુજરાત આવ્યા. તેમણે કહ્યુ, બધુ જ એક સમજી વિચારેલી ચાલ હેઠળ થઈ રહ્યુ છે. પાટીદારો વિરુદ્ધ કેસ પરત લેવા જઈ રહ્યા છે.  તેનો શુ મતલબ છે કે ગુજરાતની અંદર કોઈ લોકતંત્ર નથી. જ્યારે મરજી થાય કેસ કરે છે. ખોટા કેસ કોના કહેવાથી નોંધાવ્યા. તેનો ખુલાસો થવો જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી ગુજરાતનું સુકાન કોને સોંપશે ? વિજય રૂપાણીનું નામ સટ્ટબજારમાં હોટ