Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આનંદીબેન પટેલ અટકળો વચ્ચે મધ્યપ્રદેશના પ્રવાસે રવાના થયા, સિંહસ્થમાં હાજરી આપશે

આનંદીબેન પટેલ અટકળો વચ્ચે મધ્યપ્રદેશના પ્રવાસે રવાના થયા, સિંહસ્થમાં હાજરી આપશે
, મંગળવાર, 17 મે 2016 (15:08 IST)
ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ  અટકળો વચ્ચે  મધ્યપ્રદેશના પ્રવાસે રવાના થયા છે. જેમાં હાલ તેવો ઇન્દોર જવાના છે ત્યાંથી તેવો ઉજ્જેનમાં ચાલી રહેલા સિંહસ્થ કુંભમેળામાં હાજરી આપશે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી પદેથી હાંકી કાઢવા માટે ભાજપ હાઈકમાન્ડે તખતો તૈયાર કરી લીધો હોવાની અટકળો છે. આનંદીબહેનને સંસદ સત્રની પૂર્ણ થયા બાદ દુર કરવામાં આવશે  અટકળો વચ્ચે  મધ્યપ્રદેશના પ્રવાસે રવાના થયા છે. જેમાં હાલ તેવો ઇન્દોર જવાના છે ત્યાંથી તેવો ઉજ્જેનમાં ચાલી રહેલા સિંહસ્થ કુંભમેળામાં હાજરી આપશે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી પદેથી હાંકી કાઢવા માટે ભાજપ હાઈકમાન્ડે તખતો તૈયાર કરી લીધો હોવાની અટકળો છે. આનંદીબહેનને સંસદ સત્રની પૂર્ણ થયા બાદ દુર કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું . આ બાબત એટલે મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે રાજ્ય સરકારની બે મહત્વની જાહેરાત સરકાર તરફથી થવાને બદલે ભાજપ મુખ્યાલય કમલમ પરથી પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ કરી હતી અને પાટીદાર અનામત આંદોલન બાદ સવર્ણ વર્ગને ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સહમતિ બાદ કરવામાં આવી હતી, જયારે બે દિવસ અગાઉ જૈન સમાજને લધુમતીનો દરજ્જો આપ્યાની જાહેરાત પણ ભાજપ પ્રમુખ વિજય રૂપાણી કરી હતી. તે બાબત સાબિત કરે છે કે હવે ભાજપને આનંદીબહેન પટેલના નેતૃત્વમાં વિશ્વાસ રહ્યો નથી અને સરકારનો આડકતરો કન્ટ્રોલ હવે ભાજપ પક્ષે પોતાના હાથ લીધો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Spicejet Offer - 511 રૂપિયામાં કરો હવાઈ યાત્રા, આ રીતે ટિકિટ બુક કરો