Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

૪૮ કલાક સુધી ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

૪૮ કલાક સુધી ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
, ગુરુવાર, 30 જૂન 2016 (11:38 IST)
લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે નૈઋત્યના ચોમાસુ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ચુક્યુ છે અને આગામી ૪૮ કલાક સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દીવ રીઝનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  જેના કારણે સમગ્ર ગુજરાતમાં ખુશી વ્યાપી જવા પામી છે. આજે અમદાવાદ સહિત  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. જ્યારે  સૌરાષ્ટ્રમાં પણ બીજા દિવસે મેઘમહેર યથાવત રહી હતી. અત્યાર સુધી રાજ્યના ૨૨૦ તાલુકામાં વરસાદ પડી ચુક્યો છે.

જ્યારે ૨૦ તાલુકામાં હજી સુધી વરસાદ પડ્યો નથી. જોકે, આગામી બે દિવસમાં તમામ જગ્યાએ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરીયો ન ખેડવા માટેની સલાહ આપવામાં આવી છે. દરમિયાન આજે સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં ૧થી ૩ ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠઢા અને મહેસાણા જિલ્લામાં પણ અડધા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ ગત મોડી રાત્રિથી વિવિધ વિસ્તારમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં વ્યાપમ કૌંભાડ કરતા મોટુ કૌભાડ