rashifal-2026

ભાજપાથી નાતો તોડીને કોંગ્રેસ સાથે હાથ મિલાવશે જેડીયૂ ?

Webdunia
ગુરુવાર, 13 જૂન 2013 (11:27 IST)
P.R
નરેન્દ્ર મોદીને આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપાનું ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાની સાથે જ રાજગમાં દરાર આવી ગઈ છે. એક બાજુ જ્યા તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીએ ફેડરલ ફ્રંટ બનાવવાની વાત છોડી દીધી છે. બીજી બાજુ કોંગ્રેસે પણ જદયૂની સાથે સંબંધ વાધારવા તરફ ઈશારો કરતા કહ્યુ કે બધા ધર્મનિરપેક્ષ દળો માટે તેના દરવાજા ખુલ્લા છે.

આ દરમિયાન નીતીશ કુમારે પણ કોંગ્રેસ સાથે હાથ મેળવવા તરફ સંકેટ કર્યો છે. જદયૂ પ્રવક્તા રાજીવ રંજને કહ્યુ કે જો બિહારના પછાત રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે તો કોંગ્રેસના સમર્થનની શક્યતાથી ઈંકાર નથી કરી શકાતો. રંજને કહ્યુ કે રાજનીતિમાં બધી શક્યતાઓ હોય છે. હાલ અમે એનડીએનો એક ભાગ છીએ. અમારી પ્રથમ પ્રાથમિકતા ગઠબંધન પર નિર્ણયને લઈને છે.

કોંગ્રેસ નેતા અને સંસદીય કાર્યમંત્રી કમલનાથે ટીવી ન્યૂઝ ચેનલોને કહ્યુ કે કોઈપણ ધર્મનિરપેક્ષ દળ સહયોગી દળ હોઈ શકે છે. બધા ધર્મનિરપેક્ષ દળો માટે અમારા દ્વારા ખુલ્લા છે. હાલ અને ભવિષ્યમાં પણ. સાથે જ તેમણે ભાજપા અને રાજગની અંદર વિવાદ પર કોઈ ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો.

મોદીને લઈને ભાજપા અને જેડીયૂમાં ચાલી રહેલ તકરાર વચ્ચે નીતિશે મમતા બેનર્જીનો પણ સાથ મળ્યો છે. મમતાએ 'ફેડરલ ફ્રંટ'માં જોડાવવા માટે જદયૂને પણ આમંત્રણ આપ્યુ છે. ભાજપા અને જેડીયૂ ગઠબંધનમાં ટૂટની ચર્ચાઓ માટે બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ પ્રમુખ નીતીશ કુમારના પ્રતિનિધિ કેસી ત્યાગીએ બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. બેનર્જીએ ત્યાગી સાથે વાતચીતને સફળ બતાવતા કહ્યુ કે તેમણે ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારથી સાથે એક ફેડરલ ફ્રંટ બનાવવા વિશે વાત કરી છે.

ભાજપા-જેડીયૂની વચ્ચે મતભેદ એટલો વધી ગયો છે કે 17 વર્ષ જુનુ ગઠબંધન તૂટવાના કગાર પર છે. નીતીશ કુમારે બુધવારે સાંજે 14 જૂન પછીના પોતાના બધા સરકારી કાર્યક્રમ રદ કરી દીધા છે. સૂત્રોન ઉ કહેવુ છે કે 15થી 17 જૂનની વચ્ચે કોઈપણ સમય તેઓ ભાજપાથી ગઠબંધન તૂટવાનુ એલાન કરી શકે છે. જો કે દિલ્હીમાં બેસેલા ભાજપા નેતા અને જદયૂ અધ્યક્ષ શરદ યાદવ ગઠબંધનને બચાવવાના પ્રય ત્નોમાં લાગેલ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

વધુ જુઓ..

નવીનતમ

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

Show comments