સઉદી અરેબિયાના તાઈફ શહેરમાં સ્થિત એક મનોરંજન પાર્કમાં એક ભયાનક અકસ્માત થયો છે. 360 ડિગ્રીનો ઝૂલો અચાનક તૂટી ગયો, જેમાં 23 લોકો ઘાયલ થયા. ઘાયલોમાં અનેક મહિલાઓ પણ સામેલ છે. ઘટના સમયે ઝૂલા પર સવાર લોકો ઝૂલાનો આનંદ માણી રહ્યા હતા. અચાનક ઝૂલો તૂટી જવાથી ઘણી ચીસાચીસ થઈ હતી. આ ઘટના એમ્યુઝમેંટ પાર્કમાં સલામતી અંગે ઘણા પ્રશ્નો ઉભા કરે છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મનોરંજન પાર્કની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરી રહી છે. જુઓ વીડિયો
<
Kids miraculously escape death in Taif, Saudi Arabia
Terrifying moment 360 ride crashes to ground at amusement park
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના 31 જુલાઈના રોજ હાડા વિસ્તારના ગ્રીન માઉન્ટેન પાર્કમાં બની હતી અને તેમાં ઓછામાં ઓછા 23 લોકો ઘાયલ થયા છે. ધ ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, લોકો પાર્કમાં '360 ડિગ્રી' રાઈડનો આનંદ માણી રહ્યા હતા. ઝુલો પેંડુલમની જેમ આગળ પાછળ ઝૂલતો હતો, ત્યારે અચાનક તે વચ્ચેથી તૂટીને જમીન પર પડી ગયો.
વીડિયોમાં, લોકો ઝુલાનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. અચાનક જોરથી અવાજ આવે છે અને ઝુલો જમીન પર પડી જાય છે. ઝુલા પર સવાર લોકો ચીસો પાડતા અને પ્રાર્થના કરતા પણ જોવા મળે છે. આ અકસ્માતનો વીડિયો ભયાનક લાગે છે.
પ્રત્યક્ષદર્શીઓના મુજબ રિપોર્ટમાં જણાવાયું છે કે ખૂબ જ ઝડપે ઝૂલતો ઝૂલાનો થાંભલો પાછળની તરફ નમ્યો અને બીજી બાજુ ઉભેલા કેટલાક લોકોને ટક્કર મારી. જ્યારે તે પડી ગયો ત્યારે કેટલાક લોકો ઝૂલા પર બેઠા હતા. સુરક્ષા અને તત્કાલીન સેવાઓએ ઘટનાનો તાત્કાલિક જવાબ આપ્યો, જ્યારે સંબંધિત અધિકારીઓએ ખામીનું ચોક્કસ કારણ શોધવા માટે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.
ઉદ્યાનમાં સલામતી નિરીક્ષણ કાર્ય શરૂ
ઘટના પછી, ઘાયલ લોકોને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ઝૂલો એટલો જોરથી તૂટી ગયો કે ઘણા લોકો હવામાં ઉછળી ગયા. હાલમાં, એમ્યુઝમેંટ પાર્કમાં આ પ્રકારના મનોરંજક સાધનો બંધ કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર પાર્કમાં સલામતી નિરીક્ષણ ચાલી રહ્યું છે. આ અકસ્માત કેમ થયો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય.