Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિવિધ રોગમાં ફાયદાકારી લીંબૂ

વિવિધ રોગમાં ફાયદાકારી લીંબૂ
ઉનાળામાં લૂ લાગે ત્યારે - લીંબૂમાં સાકર નાખીને પીવાથી લૂ દૂર થાય છે. આ સમયે લૂ લાગવાની શક્યતા વધુ હોય છે. લીંબુમા સાકર નાખીને પીવથી દૂર થાય છે. વધારે પડતી ગરમીના કારણે ડાયેરિયા પણ થઈ જતા હોય છે. આવુ થાય ત્યારે લીંબુના રસમાં ફુદીનાનો અને ડુંગળીનો રસ પીવાથી ફાયદો થાય છે.

મલેરિયા - એક કિલો લીંબુના પાણીને  અડધુ રહે ત્યાં સુધી ઉકાળો, પછી થોડુ થોડુ કરીને દર્દીને પીવડાવો હવે દર્દીને રજાઈ ઓઢાડીને સૂવડાવી દો.  આ પાણીને લીધે પરસેવો પણ થશે અને બાથરૂમ પણ ખૂબ થશે. તાવ આ રીતે યૂરીન દ્વારા નીકળીને દૂર થાય છે.

મોતિયો - જેમને મોતિયાની હજુ શરૂઆત જ થઈ હોય તેમણે લીંબૂના રસને ગાળીને સવાર સાંજ આંખમાં બે-ત્રણ ટીપા નાખવાથી ફાયદો થાય છે.

ઉલટી - જો ઉલટી થતી હોય અથવા ખાટા ઓડકાર આવતા હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબૂનો રસ કે મધ નાખીને પીવાથી રાહત મળે છે.

પાયેરિયા - જો દાંતોમાં પાયેરિયા થયો હોય તો દાંત પર લીંબુ ઘસવાથી દાંત તંદુરસ્ત અને ચોખ્ખા બને છે.

હરસ-મસા - થયા હોય તો રાત્રે એક લીંબૂના છાલને પલાળી સવારે વાસી મોઢે તે પાણી પી જાવ.

જો મોઢુ આવ્યુ  હોય તો - જ્યારે અપણને મોધામાં ચાંદા પડે છે તો મોઢુ સતત દુ:ખતુ રહે છે, કંઈ પણ ખાઈ શકતા નથી, તેને કારણે ભૂખ સહન કરવી પડે છે. આવા સમયે જમતા પહેલા એક કપ લીંબૂનો રસ પીવાથી મોઢાના ચાંદા મટે છે અને જમતી વખતે તકલીફ થતી નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાળમાં તેલ નાંખવાથી થતા ફાયદા