આરોગ્યની સંભાળ - આ 10 લક્ષણો બતાવે છે કે તમારુ લિવર ખરાબ છે

ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2017 (16:12 IST)
લિવર અનેક કારણોથી ખરાબ થઈ શકે છે. જેવા હેરિડિટી (પરિવારના કોઈ સભ્ય તરફથી), વિષાક્તતા (કોઈ કેમિકલ કે વાયરસને કારણે) કે કોઈ લાંબી બીમારીને કારણે જે તમારા લિવરને આખી જીંદગી માટે પ્રભાવિત કરી શકે છે. 
 
લિવર શરીરને ભોજનના પાચનમાં, પોષક તત્વોના અવશોષણ અને ઝેરીલા તત્વોને શરીરમાંથી બહાર કાઢવામાં સહાયક હોય છે.  પેટમાં સ્થિત આ અંગ વગર તમે જીવિત રહી શકતા નથી. 
 
અહી દસ લક્ષણ બતાવ્યા છે જે લિવર ખરાબ થવાના સંકેત આપે છે... 
 
1. પેટ પર સોજો - સિરોસિસ લિવરની એક ગંભીર બીમારી છે. જેમા પેટમાં એક દ્રવ્ય બની જાય છે. (આ સ્થિતિને અસ્સિટેસ કહેવામાં આવે છે) કારણ કે રક્ત અને દ્રવ્યમાં પ્રોટીન અને એલ્બુમિનનુ સ્તર રહી જાય છે. જેને કારણે એવુ લાગે છે કે રોગી ગર્ભવતી છે. 
 
2. કમળો - જ્યારે ત્વચા રંગરહિત અને આંખો પીળી દેખાય છે ત્યારે આ લિવર ખરાબ થવાનુ લક્ષણ હોય છે. ત્વચા અને આંખોના આ પ્રકારના સફેદ અને પીળા થવુ એ દર્શાવે છે કે રક્તમાં બિલીરૂબિન (એક પિત્ત વર્ણક)નું સ્તર વધી જાય છે અને તેને કારણે શરીરમાંથી નકામા પદાર્થ બહાર નીકળી શકતા નથી. 
 
 
3. પેટમાં દુખાવો - પેટમાં દુખાવો, વિશેષજ્ઞ, પેટના ઉપર જમણા ભાગમાં કે પાસળીઓ નીચે જમણા ભાગમાં દુખાવો લિવરના ખરાબ થવાનુ લક્ષણ છે. 
 
4. મૂત્રમાં પરિવર્તન  - શરીરમાં વહેનારા લોહીમાં બિલીરૂબિનનુ સ્તર વધી જવાને કારણે મૂત્રનો રંગ ઘટ્ટ પીળો થઈ જાય છે.  અને જેને ખરાબ લિવર કિડની દ્વારા બહાર કાઢવામાં અસમર્થ થઈ જાય છે. 
 
5. ત્વચામાં બળતરા - ત્વચામાં ખંજવાળ જે જતી નથી અને ત્વચા પર રેશેસ લિવર ખરાબ થવાનુ એક અન્ય લક્ષણ છે. કારણ કે ત્વચાની સપાટી પર જોવા મળનારા દ્રવ્યમાં કમી આવે છે જેને કારણે ત્વચા જાડી, છાલટાવાળી થઈ જાય છે અને ત્વજા પર ખંજવાળવાળા ચત્કા જામી જાય છે. ଓ
 
6. મળમાં પરિવર્તન - લિવર ખરાબ થવાને કારણે મળ ઉત્સર્જનમાં ખૂબ પરિવર્તન થાય છે જેવા કે કબજિયાત, ઈરિટેબલ બાઉલ સિંડ્રોમ કે મળના રંગમાં પરિવર્તન, કાળા રંગનો મળ કે મળમાં રક્ત આવવુ. 
 
7. ઉબકા આવવા - પાચન સંબંધિત સમસ્યાઓ જેવી કે અપચો અને એસિડિટીને કારણે લિવર ખરાબ થઈ શકે છે. જેને કારણે ઉલ્ટીઓ પણ થઈ શકે છે. 
 
8. ભૂખ ઓછી લાગવી - લિવર ખરાબ થવાને કારણે લિવર ફેલ પણ થઈ શકે છે. અને ઉપચાર ન કરાવવાથી ભૂખ ઓછી લાગે છે. જેને કારણે વજન ઓછુ થઈ જાય છે. આવા મામલામાં જ્યા રોગી ખૂબ વધુ અશક્ત થઈ જાય છે અને તેને નસના માધ્યમથી પોષક તત્વ આપવામાં આવે છે. 
 
9. દ્રવ પ્રતિધારણ - સામાન્ય રીત તરલ પદાર્થ પગ, ધૂંટી અને તાળવામાં જમા થાય છે. આ સ્થિતિને ઑએડેમ કહેવામાં આવે છે. જેને કારણે લિવર ગંભીર રૂપે ખરાબ થઈ શકે છે. જ્યારે તમે ત્વચાના સોજાવાળા ભગને દબાવો છો તો તમે જોશો કે આંગળી ઉઠ્યા પછી પણ લાંબા સમય સુધી તે સ્થાન દબાયેલુ રહે છે. 
 
10. થાક - લિવર ખરાબ થયા પછી જ્યારે ફેલ થવાની સ્થિતિમાં આવે છે તો ચક્કર આવવા, માંસપેશીયોની અને મગજની કમજોરી, યાદગીરી ઓછી થવી અને સંભ્રમ (કન્ફ્યૂજન) થવુ અને અંતમાં કોમા વગેરે સમસ્યા થઈ શકે છે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ પ્રેમ સંબંધ - પ્યાર કો પ્યાર હી રહેને દો