Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Credit Card News: ક્રેડિટ કાર્ડનુ બિલ ભરતી વખતે ન કરશો આ સામાન્ય ભૂલ, નહી તો વધશે બોઝ

Credit Card
, બુધવાર, 16 એપ્રિલ 2025 (17:34 IST)
આજના સમયમાં ક્રેડિટ કાર્ડનુ ચલન ઝડપથી વધી રહ્યુ છે. ખરીદીથી લઈને બિલ ચુકવણી સુધી, લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો એટલો પસંદ કરી રહ્યા છે કારણ કે તેનાથી ડિસ્કાઉંટ ઓફર, કેશબૈક અને રિવોર્ડ પોઈંટ્સ જેવા અનેક ફાયદા મળે છે.  જો કે આ સમજવુ જરૂરી છે કે ક્રેડિટ કાર્ડ મૂળ રૂપથી એક કર્જ છે અને તેનો યોગ્ય ઉપયોગ ન કરવા પર આ ભારે આર્થિક બોઝો બની શકે છે.  
 
શુ મિનિમમ બિલ પેમેંટ કરવુ યોગ્ય છે ?
ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ કર્યા બાદ દર મહિને એક બિલ બને છે. જેને નક્કી સમય પર ચુકવવાનુ હોય છે. અનેક લોકો આખુ બિલ ભરવાને બદલે મિનિમમ અમાઉંટ ડ્યુ ભરે છે. જે સામાન્ય રીતે કુલ બાકી રકમના 5% હોય છે..  
 
મિનિમમ ડ્યુ સમય પર ભરવાથી લેટ પેમેંટ ચાર્જ થી તો બચી શકય છે પણ આ વિકલ્પ ત્યારે જ યોગ્ય માનવામાં આવે છે જ્યારે તમારી પાસે હાલ પુર્ણ રકમ ચુકવવા માટે પૈસા ન હોય.   
 
મિનિમમ પેમેંટથી નુકશાન 
જો કે આ વિકલ્પ તમને પેનલ્ટીથી તો બચાવે છે પણ આ સાથે અનેક નાણાકીય જોખમ પણ જોડાયેલા છે.  
 
વ્યાજનો  બોઝ - બચેલી બાકી રકમ પર દર મહિને 3%-4%  વ્યાજ લાગે છે જે વાર્ષિક 30% થી  48% સુધી હોઈ શકે છે. આ વ્યાજ એ દિવસથી લાગવુ શરૂ થઈ  જાય છે જે દિવસે તમે ખરીદી કરી હતી.  
 
ક્રેડિટ સ્કોર પર અસર - વારેઘડીએ ફક્ત મિનિમમ પેમેંટ કરવાથી તમારો ક્રેડિટ સ્કોર કમજોર થઈ શકે છે. જેનાથી ભવિષ્યમાં લોન કે ક્રેડિટ લિમિટ વધારવામાં પરેશાની આવી શકે છે.  
 
ઈંટરેસ્ટ ફ્રી પીરિયડ ખતમ - જ્યા સુધી તમે  સમગ્ર બાકી રકમ ચુકવતા નથી ત્યા સુધી તમારા નવા ખર્ચ પર મળનારો ઈંટરેસ્ટ ફ્રી પીરિયડ નહી મળે.  
 
દેવાનુ જાળ -  ફક્ત મિનિમમ પેમેંટ કરવાની આદત ધીરે ધીરે તમને દેવાના ઊંડા જાળમાં ફસાવી શકે છે.  જ્યા ફક્ત વ્યાજ જ ચુકવવુ ભારે પડી શકે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

DA Hike: સરકારે કર્મચારીઓને આપી મોટી ભેટ, DA મા કર્યો વધારો, જાણો કેટલી વધી સેલેરી