ઈંટરનેટ સર્ચ એંજિન ગૂગલ વિશ્વનુ અવ્વલ બ્રાંડ બનીને ઉપસી આવ્યુ છે. એટલુ જ નહી આ 100 અરબ મૂલ્યના સ્તરને પહોંચનારુ પહેલુ બ્રાંડ બની ગયુ છે. ગૂગલે આ ઉપલબ્ધિયો મુશ્કિલ આર્થિક માહોલમાં મેળવી છે.
ચોથા વાર્ષિક બ્રાંડ્જ ટોપ-100ની યાદી મુજબ ગૂગલ 100 અરબ ડોલર મૂલ્યની સાથે વિશ્વની નંબર વન બ્રાંડ બની ગયુ છે અને રેકિંગમાં એ માઈક્રોસોફ્ટથી આગળ છે, જેનુ બ્રાંડ મૂલ્ય 76.2 અરબ ડોલર આંકવામાં આવ્યુ છે.
બીજી બાજુ કોકા-કોલા 67.6 અરબ ડોલર્ના બ્રાંડ મૂલ્યની સાથે પહેલીવાર ટોપ-3ની યાદીમાં પ્રવેશ કરી ગયુ છે. અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે વૈશ્વિક નાણાકીય સંકટના આ સમયગાળામં જ્યારે પ્રત્યેક નાણાકીય સંકેતની હાલત ખરાબ છે, એવામાં બ્રાંડોનુ મૂલ્ય મજબૂત રહ્યુ.