Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેર કેર - વાળ માટે જરૂરી છે તેલ માલિશ

હેર કેર - વાળ માટે જરૂરી છે તેલ માલિશ
શરીરના બાકી ભાગોની જેમ વાળને પણ પુરતું પોષણ મળવુ જરૂરી છે. અને વાળનુ જરૂરી પોષણ છે તેલ. ઘણાં લોકો એવું વિચારતા હોય છે કે વાળમાં તેલ લગાવવાથી કંઇ નથી થતું. તેમને લાગે છે કે જો વાળ મજબૂત અને ભરાવદાર હોય તો તેમને આ બધાની શી જરૂર છે. પણ અમે તમને જણાવી દઇએ કે વાળના યોગ્ય પોષણ માટે તેલની માલિશ બહુ જરૂરી છે. જે તેલ તમારા માથાની ત્વચામાંથી નીકળે છે કે સીબમ હોય છે, તેલ નહીં. જે વધારે નીકળવાથી માથાની ત્વચામાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને ખોડા જેવી સમસ્યા સર્જાઇ શકે છે. અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ કે તેલ ન લગાવવાથી શું-શું નુકસાન થઇ શકે છે. 


webdunia
તેલ લગાવવાના ફાયદા :

1. તેલ લગાવવાથી વાળ સારા વધે છે. કેટલાંક પ્રકારના તેલ વાળને લાંબા, ચમકીલા અને કાળા બનાવે છે.

2. જો તમે ગરમ તેલથી તમારા માથામાં મસાજ કરશો તો વાળ મજબૂત બનશે. વાળમાં જો ખોડાની સમસ્યા છે તો તેમાં ગરમ તેલની સાથે લીંબુ મિક્સ કરી લગાવવાથી ખોડામાંથી મુક્તિ મળે છે.

3. તેલ લગાવવાથી સીબમ પર નિયંત્રણ આવે છે. તો તેલ લગાવવાથી માથાની ત્વચા શુષ્ક નથી રહેતી.

તેલ લગાવવાની યોગ્ય રીત :

1. તેલ લગાવતી વખતે હંમેશા અંદરની તરફથી શરૂઆત કરો કારણ કે વાળના છેડા પર તેલ લગાવવાનો કોઈ ફાયદો નથી હોતો.

2. તેલ લગાવ્યા બાદ વાળને કાંકાથી સારી રીતે ઓળી લો આનાથી તે એકરૂપ થઇ જશે અને માથાનું મસાજ પણ થશે. આમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન થાય છે અને તાજગીનો અહેસાસ પણ.

3. જો તમે ઇચ્છો છો છો કે તેલ વાળમાં સંપૂર્ણ રીતે સમાઇ જાય તો તેલ લગાવ્યા બાદ વાળને ગરમ ટુવાલથી ઢાંકી લો. આનાથી ગરમ ટુવાલની વરાળ સારી રીતે વાળના મૂળમાં જશે અને તેલ પણ તેમાં સમાઇ શકશે.

વાળ માટેના ઉત્તમ તેલ :

નારિયેળ, ઓલિવ, બદામ, જોજોબાનું તેલ. આ તેલથી તમે અઠવાડિયામાં એકવાર વાળમાં મસાજ કરશો તો વાળ મજબૂત અને ભરાવદાર બનશે.









સૌજન્ય : જીએનએસ

Share this Story:

Follow Webdunia gujarati