Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાળમાં તેલ નાંખવાથી થતા ફાયદા

વાળમાં તેલ નાંખવાથી થતા ફાયદા
, સોમવાર, 7 માર્ચ 2016 (17:47 IST)
શું તમે એવું સાંભળ્યું છે કે દરરોજ વાળમાં તેલ નાખવાથી વાળ જલ્દીથી સફેદ થઇ જાય છે. અરે તેવું બિલકુલ નથી. પરંતુ દરરોજ વાળમાં તેલ નાખવાથી વાળ મજબૂત થાય છે અને જલ્દીથી સફેદ પણ થતાં નથી. વાળમાં ગરમ સરસિયાંના તેલની માલિશના ફાયદા, હા બસ એક સમસ્યા રહે છે કે વાળમાં તેલ પડ્યું રહેવાથી તેમાં ગંદકી વધારે ચોંટે છે અને બરોબર ના ધોવાય તો તે વાળ ખરવાના શરૂ થઇ જાય છે. તેથી દરરોજ વાળને ધોવા જરૂરી થઇ જાય છે.

વાળ માટે કયું તેલ છે બેસ્ટ. નારિયેળ કે બદામ તેલ. વાળમાં તેલ લગાવ્યા પછી ગરમ પાણીથી ધોવાથી પૂરેપૂરું તેલ અને ચિકાસ નીકળી જાય. આવો જાણીએ નિયમિત રીતે તેલ લગાવવાથી કયા ફાયદા થાય છે:

 1. ડ્રાય ન રહે -   જો તમારા વાળ વધારે ડ્રાય હોય તો દરરોજે તેલ લગાડો અને વાળને પૂરતુ પોષણ આપો, તેનાથી તમારા વાળ ડ્રાય થતાં બંધ થઇ જશે.

 2.મુલાયમ અને ચમકદાર વાળ   તેલથી સારી રીતે મસાજ કરવાથી વાળ સુંવાળા તેમજ મુલાયમ અને ચમકદાર બને છે. આમ કરવાથી માથામાં લોહીનું ભ્રમણ પણ સારું થાય છે. માથાની ત્વચામાં ખોડાથી છુટકારો મળી જાય છે.

 3.પ્રદુષણથી બચાવ -  વાળમાં તેલ પડ્યું રહેવાથી તેમાં સીધી ગંદકી લાગતી નથી, પરંતુ તેલ વાળા વાળમાં જ ગંદકી ચોંટી જાય છે. તેના કારણે વાળને ધોવાથી તેની સાથે ગંદકી નિકળી જાય છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોની પણ બાલ પર અસર પડતી નથી.

4.વાળને સફેદ થતાં બચાવો -   વાળમાં નિયમિત તેલ લગાવવાથી તે જલ્દીથી સફેદ થતાં નથી. દરરોજે રાતે 10 મિનીટ સુધી વાળમાં તેલ નાખીને મસાજ કરવાથી વાળના મુળિયાને પૂરતું પોષણ મળે છે.

 5.ખોડો દૂર કરે    જો તમારા વાળમાં વધારે ખોડો હોય તેનો અર્થ છે કે તમારી સ્કીન ડ્રાય છે, તેલની નિયમિત મસાજ કરવાથી આ ડ્રાયનેસ ઓછી થઇ જાય છે 

 6.વાળને પ્રોટીન મળે  વાળમાં તેલ નાખવાથી વાળમાં પ્રોટીન મળે છે તેનાથી વાળ મજબૂત બને છે. બદામનું તેલ, આંબળાનું તેલ તેમજ સરસિયાનું તેલ નાખવાથી વાળ સારા થાય છે.

 7.વાળને લાંબા કરો -   જે છોકરીઓને લાંબા વાળનો શોખિન છે તો તમે સૌથી પહેલા તમારા વાળને મજબૂત બનાવો અને તેલ લગાવીને પોષિત કરો.

Share this Story:

Follow Webdunia gujarati