Biodata Maker

મહાત્મા ગાંધી... વૈષ્ણવ જન તો...

વેબ દુનિયા
વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે,
પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
.... વૈષ્ણવ જ ન...
સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન-ધન જનની તેની રે.
.... વૈષ્ણવ જ ન...
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે,
જિહવા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
.... વૈષ્ણવ જ ન...
મોહ માયા વ્યાપે નહીં જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.
.... વૈષ્ણવ જ ન...
વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે,
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ ઇકોતેર તાર્યાં રે.
.... વૈષ્ણવ જ ન...

( નરસિંહ મહેતા )
વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Show comments