ચાહુંગા મેં તુજે સાંજ સવેરે, ફિર ભી કભી અબ નામ કો તેરે આવાજ મે ન દુંગા...!
શુ તમારી સાથે પણ આવુ જ કાંઈક થાય છે. કે તમારા મિત્રો તમને દિવસ-રાત યાદી કરી રહ્યો છે, પરંતુ એક નાનકડી વાતને લઈને તમે આગળ થઈને તેની સાથે વત નથી કરવા માંગતા. તમને યાદ આવી રહી છે તેની સાથેની તમારો અગાધ પ્રેમ, એ મજાક અને મસ્તી.... અને સાથે વિતાવેલી હળવી પળો. પરંતુ જ્યારે મિત્રતા તૂટવાનુ કારણ યાદ આવે છે તો ફરી પાછો તમને એના પર ગુસ્સો આવી જશે.
આવુ કોણ હોય જે પોતાના કોઈ મિત્ર સાથે ઝગડતુ ન હોય અને દોસ્તી એવી કે ઝગડો કર્યા પછી પણ એક પળ દૂર ન રહેવાય. પરંતુ આ પણ એક સત્ય છે કે જેટલી મિત્રતા પાકી હોય છે તેટલુ જ મુશ્કેલ હોય છે ઝગડા પછી તેને સાથે બોલતા થવુ. મૈત્રીની મધુરતાને બરકરાર રાખવા અને ફરીથી જીવીત કરવા માટે આવો જાણીએ થોડીક વાતો... કારણ કે ઘણી મુશ્કેલીથી મિત્રો મળે છે...
તમારા ઈગોને ભૂલી જાવ
જો તમે હંમેશા તમારા ઈગોને મહત્વ આપશો તો કોઈ પણ સંબંધને જાળવી રાખવો તમારે માટે મુશ્કેલ થઈ જશે. તમ હંમેશા પ્રથમ પગલું ભરવા તૈયાર રહો. જો તમારાથી ભૂલ થઈ ગઈ હોય તો તમે પરિસ્થિતિને સમજીને પોતાની ભૂલ સ્વીકારી લો. એવુ ન બને કે એક નાનકડી ભૂલને કારણે જીંદગીની મહત્વની ક્ષણ વખતે તમને એક મિત્રની કમી અનુભવવી પડે. જો ભૂલ તેની હોય તો તમે એટલુ સમજી જાવ કે તે પણ તમારી જેમ જ એક માણસ છે અને પેલી કહેવત છે ને કે 'માણસ માત્ર ભૂલને પાત્ર'. જ્યારે તમે આ વાત સમજી જશો તો તમારે માટે સોરી બોલવુ કે ઉકેલ લાવવા માટે પ્રથમ પગલું ભરવુ ખૂબ જ સરળ થઈ જશે.
તમારી જાતને પૂછો થોડા સવાલ
યાદ કરો, ઝગડાનુ કારણ શુ હતુ ? ભૂલ કોનાથી થઈ ? ભૂલ જો તમારાથી થઈ હશે તો શુ ખરેખર તમારી ભૂલ માનીને તમે માફી માંગવાની ઈચ્છા ધરાવો છો ? જો ભૂલ તમારા મિત્રની થઈ છે તો શુ તમે તમારા મિત્રની ભૂલને ભૂલાવીને તેને માફ કરવા માંગો છો ? આ બધા પ્રશ્નો પર વિચાર કર્યા પછી જ તમે નિરાકરણ તરફ આગળ પગલું ભરી શકો છો.
જણાવો તમારા મિત્રને મૈત્રી તમારા માટે શુ છે ?
જ્યારે તમે ઝગડો કર્યા પછી ઉકેલ લાવવા તમારા મિત્રને મળો તો તેને એ બતાવો કે તમારે માટે મિત્રતાનુ શુ મહત્વ છે અને તમને તેની કેટલી પરવા છે. તેમે તેને કહી શકો છો કે 'હું જ જાણુ છુ કે હું આટલા દિવસ તારી સાથે વાત કર્યા વગર કેવી રીતે વિતાવ્યા. મેં તારી ઘણી કમી અનુભવી. મારી માટે આપણી મૈત્રી ઘણી મહત્વની છે.
તમારી ભૂલ સ્વીકારી લો...
જો તમે તમારી ભૂલ સ્વીકારવા માંગતા હોય તો, જ્યારે પણ મળવાની તક મળે તો તેને જણાવો કે તમે તમારી ભૂલ માટે માફી માંગવા માંગો છો. અને તેને સમજાવો કે કંઈ પરિસ્થિતિમાં તમારાથી ભૂલ થઈ ગઈ.
મિત્રતા ટકાવવા માંગો છો....
તમે એને જણાવો કે તમે તેના જેવો મિત્ર ગુમાવવા નથી માંગતા. આવી ભૂલ ફરી કદી નહી થાય. તો થઈ જાવ તમારા મિત્રની સાથે અને ઉઠાવો ફરી એજ આનંદ પ્રેમ અને મસ્તીનો. ભાઈ આ તો આ બંધન છે સ્નેહનો....