મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાથી 35 કિલોમીટર દૂર બાઈ ગામમાં નવગ્રહ શનિ મંદિરથી 18 કિલોમીટર આગલ આવેલ ગામ ઓખલામાં ઓખલેશ્વર મઠમાં હનુમાનજેની સ્વયંભૂ મૂર્તિ છે. બ્રહ્મલીન ઓંકારપ્રસાદજી પુરોહિત (પારિક બાબા)એ 1976માં અહીં અખાત ત્રીજના દિવસથી જે અખંડ રામાયણ પાઠ શરૂ કર્યો હતો, તે આજે પણ ચાલુ છે અને અવિરત ચાલુ રહેશે.
અહી હનુમાનજીની મૂર્તિની એક ખાસિયત છે કે તેઓ શિવલિંગ ઉઠાવી રહ્યા છે, જ્યારે કે અમૂમન તેઓ પર્વતધારીના રૂપમાં જ જોવા મળે છે. મઠ પર દરેક મહિનાની રોહિણી નક્ષત્રના દિવસે પૂજારી સુભાષચંદ્રજીના સાનિધ્યમાં હનુમાનજીએ ચોલો ચઢાવવામાં આવે છે. રામનવમી, શિવરાત્રિ અને હનુમાન જયંતી પર અહી મેળાના વિશેષ આયોજન પણ થાય છે.
મુકેશ તિવારીના મુજબ, મઠ સુધી પહોંચવાને માટે દર્શનાર્થીઓએ ભારે મહેનત કરવી પડે છે, કારણ કે બાઈ ગ્રામથી 18 કિમી સુધી માર્ગ ખૂબ ઉબડ-ખાબડ છે. આ તરફ સરકારનુ ધ્યાન દોરવા માટે ઘણીવાર પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ સ્થિતિ આજે પણ એવીને એવી જ છે.