2011માં ભારતનું વનડેમાં પ્રદર્શન અને શ્રેષ્ઠ ખેલાડીઓ
2011
માં વનડે ક્રિકેટમાં ભારતીય ટીમે વિશ્વ ખિતાબ જીતીને સર્વશ્રેષ્ઠ સફળતા મેળવી. 1983 પછી ભારત એક વાર ફરી વિશ્વ વિજેતા બન્યુ. વિશ્વ કપ ઉપરાંત ભારતે આ વર્ષે કુલ પાંચ વનડે શ્રેણીમાં ભાગ લીધો. ભારતે ઈગ્લેંડ અને વેસ્ટઈંડિઝ વિરુદ્ધ બે બે અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ એક એક શ્રેણી ઘરેલુ મેદાન પર અને એક એક શ્રેણી વિરોધી ટીમોના ઘરઆંગણે રમી.
વિશ્વકપમાં ભારતે કુલ 8 મેચ રમી, જેમા સાતમાં જીત મળી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે એક વનડે ટાઈ રહી. વિશ્વકપ 2011માં ભારતે બાંગ્લાદેશ, નીધરલેંડ, આયરલેંડ, વેસ્ટ ઈંડિઝને લીગ રાઉંડમાં હરાવ્યા, જ્યારે કે ક્વાર્ટર ફાઈનલમાં તેણે ઓસ્ટ્રેલિયાને ,સેમી ફાઈનલમાં પાકિસ્તાનને અને ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યુ. લીગ રાઉંડમાં ભારતને દક્ષિણ આફ્રિકાથી હારનો સામનો કરવો પડ્યો. જ્યારે કે ઈગ્લેંડ વિરુદ્ધ મેચ ટાઈ રહી. આ રીતે જો કુલ મળીને જોવા જઈએ તો ભારતે 2011માં કુલ 34 મેચ રમી જેમા 21 જીતી, 10 હારી અને બે મેચ પરિણામ વગરની રહી. જ્યારે કે એક મેચ ટાઈ રહી.
વર્ષ 2011માં ભારતીય ખેલાડીઓનું વનડેમાં વ્યક્તિગત પ્રદર્શન
ભારતે આ વર્ષે વિશ્વ કપ જીત્યો જેમા ઘણા ખેલાડીઓને શ્રેષ્ઠતમ યોગદાન આપ્યુ. યુવરાજ સિંહનું પ્રદર્શન વખાણવા લાયક રહ્યુ. યુવી ઓલરાઉંડર પ્રદર્શનના દમ પર મેન ઓફ ધ સીરિઝના હકદાર બન્યા.