અલકાયદા સરગના ઓસામા બિન લાદેને જ્યારે 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેંટર પર હુમલો કરાવ્યો, ત્યારથી અમેરિકાની ગુપ્ત એજંસીઓ તેમનો ખાત્મો કરવાનો પૂરજોશથી પ્રયત્ન કરી રહી હતી. છેવટે દસ વરસ પછી 2 મે 2011ના રોજ અમેરિકી સેનાના સીલ્સ અને સીઆઈએના સંચાલકો દ્વારા પાકિસ્તાનના એબોટાબાદમાં તેમના રહેઠાણ પર તેમને નિશાન બનાવવામાં આવ્યા. અલકાયદાએ પણ 6 મે ના રોજ તેમના મોતની ચોખવટ કરી દીધી અને આ રીતે દુનિયાના એક કુખ્યાત આતંકવાદીનો અંત થયો.
જાપાનના ઉત્તર પૂર્વી વિસ્તાર હોશૂમાં 11 માર્ચ 2011મા આવેલ 9.0 ની તીવ્રતાવાળા ભૂકંપે સમગ્ર જાપાનની તસ્વીર બદલી નાખી. તબાહી અને હજારો લોકોની મોતે આ ઘટનાને દર્દનાક બનાવી દીધી અન ફુકુશિમા પરમાણું સંયંત્ર પર મંડરાતા વિકિરણના સંકટે આખી દુનિયાને કંપાવી દીધુ. આ ભૂકંપથી આવેલ સુનામી લગભગ 16000 લોકોને ભરખી ગઈ અને લગભગ 4000 લોકો ગાયબ થઈ ગયા.
આફ્રિકાના અરબ દેશ ટ્યુનિયામાં 23 વર્ષોથી રાજ કરી રહેલ રાષ્ટ્રપતિ જૈનુલ આબિદિન બૈન અલી વિરુદ્ધ અચાનક વિદ્રોહ ફૂટી પડ્યો અને 14 જાન્યુઆરી 2011ના રોજ તેમને દેશ છોડીને ભાગવુ પડ્યુ. ત્યારબાદ તેમના તાનાશાહઓ એ લાંબા સમયથી સત્તા પર રહેલા પ્રશાસકો વિરુદ્ધ અરબ દેશોમાં વિદ્રોહ ફૂટી પડ્યો. પરંતુ નવાઈની વાત એ છે કે વિદ્રોહ અહિંસક અન માત્ર પ્રદર્શન સુધી જ સીમિત રહ્યો. જો સેનાની બળજબરીની વાત છોડી દઈએ તો. જસ્મીન ક્રાંતિને ખુશ્બુથી બહરીન, મિસ્ર, યમન, કતર કુવૈત, લીબિયા, સીરિયા જેવા ઘણા દેશોને જનતામાં વિદ્રોહને આગ ભપકી ઉઠી. મિસ્રના હોસ્ની મુબારક અને યમનના અલી અબ્દુલ્લાહ સાલેહ એ સત્તા છોડી દીધી, પરંતુ જીદ્દી ગદ્દાફીએ પોતાનો જીવ ગુમાવી દીધો