રોહિત શર્માએ બનાવ્યો સૌથી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ

ગુરુવાર, 13 નવેમ્બર 2014 (17:46 IST)
રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. તેણે બે બે વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યા છે. એક તો તેણે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવી નાખ્યા છે અને તે બે ડબલ સેંચુરી બનાવનારો પ્રથમ વનડે ક્રિકેટર બની ગયો છે. 
 
શ્રીલંકા વિરુદ્ધ ચોથી વનડે મેચમાં રોહિત શર્માએ શાનદાર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. રોહિત શર્માએ બુધવારે શાનદાર બેટિંગ કરતા ડબલ સેંચુરીનો દાવ રમ્યો. રોહિત શર્માની આ બીજી ડબલ સેંચુરી છે. 2013માં રોઇતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 209 રનનો દાવ રમ્યો હતો. બે વર્ષમાં રોહિતે વનડે ઈંટરનેશનલ ક્રિકેટમાં બે ડબલ સેંચુરી મારીને ઈતિહાસ રચી દીધો છે. બે ડબલ સેંચુરી મારી રોહિત શર્મા દુનિયાનો એકમાત્ર ક્રિકેટર બની ગયો છે. રોહિત શર્માએ 151 બોલમાં ડબલ સેંચુરી મારી. ડબલ સેંચુરીના દાવમાં રોહિતે 25 ચોક્કા અને પાંચ સિક્સ મારી. 
 
ઈંટૅરનેશનલ વનડે ક્રિકેટમાં રોહિત શર્મા ઉપરાંત ભારતના જ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગે ડબલ સેંચુરી મારી હતી. પ્રથમ ડબલ સેંચુરી સચિન તેંડુલકરના નામની છે. સચિને આ ડબલ સેંચુરી સાઉથ આફ્રિકા વિરુદ્ધ 24 ફેબ્રુઆરી 2010ના રોજ મારી હતી. સચિને 147 બોલમાં ડબલ સેંચુરી મારી હતી. આ દાવમાં સચિને પણ 25 ચોક્કા માર્યા હતા. 
 
સચિન પછી સહેવાગે વેસ્ટ ઈંડિઝ વિરુદ્ધ 8 ડિસેમ્બર 2011ના રોજ 219 રનની શાનદાર રમત રમી હતી. સહેવાગે 219 રન માત્ર 149 બોલમાં પુરા કર્યા હતા. સહેવાગે પણ આ ઐતિહાસિક દાવમાં 25 ચોક્કા માર્યા હતા.  
 
રોહિત શર્માએ પોતાની આજના દાવમાં 173 બોલમાં 264 રન બનાવ્યા. જેમા 30 ચોક્કા અને 7 છક્કાનો સમાવેશ છે. 

વેબદુનિયા પર વાંચો