rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વર્લ્ડ ચેમ્પિયન્સ ટીમને મળ્યા PM મોદી, ટીમ ઈન્ડીયાને ગીફટમાં આપી ઓટોગ્રાફ વાળી સ્પેશ્યલ જર્સી

PM Modi meets women’s world cup team
, બુધવાર, 5 નવેમ્બર 2025 (23:09 IST)
Indian women cricket team
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને ભારતીય મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમને મળ્યા હતા. પ્રધાનમંત્રીએ ખેલાડીઓને તેમના ઐતિહાસિક વિજય બદલ અભિનંદન આપ્યા હતા અને ટુર્નામેન્ટમાં સતત ત્રણ હાર બાદ ટીમના શાનદાર પુનરાગમનની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે ટીમે માત્ર મેદાન પર જ નહીં પરંતુ સમગ્ર દેશના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે 2017 માં પ્રધાનમંત્રીને મળેલી મુલાકાતને યાદ કરી હતી, પરંતુ તે સમયે ટ્રોફી વિના. હરમનપ્રીતે હસતાં હસતાં કહ્યું, "હવે જ્યારે અમારી પાસે ટ્રોફી છે, તો અમે તેમને વારંવાર મળવા માંગીએ છીએ."
 
સપનું બન્યું હકીકત 
 સ્મૃતિ મંધાનાએ કહ્યું કે વડા પ્રધાને હંમેશા તેમને પ્રેરણા આપી છે. આજે, છોકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, અને આમાં પીએમ મોદીનું યોગદાન મહત્વપૂર્ણ છે. ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ કહ્યું કે તે લાંબા સમયથી પીએમ મોદીને મળવાની રાહ જોઈ રહી હતી. તેણે  કહ્યું કે 2017 માં, પીએમ મોદીએ કહ્યું હતું કે મહેનત કરતા રહો એક દિવસ જરૂર તમારું સપનું જરૂર પુરૂ થશે.  આજે, તે સ્વપ્ન હકીકત બન્યું છે. વાતચીત દરમિયાન, પીએમ મોદીએ દીપ્તિ શર્માની 'જય શ્રી રામ' ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને તેના હાથ પર ભગવાન હનુમાનના ટેટૂનો પણ ઉલ્લેખ કર્યો. દીપ્તિએ કહ્યું કે તે તેને "શક્તિ અને પ્રેરણા" આપે છે. 

 
પહેલીવાર વુમન્સ વનડે વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ટીમની ખેલાડીઓએ પીએમ મોદીને ખાસ જર્સી ભેટ આપી, જેમાં બધી ખેલાડીઓએ સાઇન કર્યા હતા. ભારતીય ટીમની સાથે BCCI પ્રેસિડેન્ટ મિથુન મન્હાસ અને કોચ અમોલ મજૂમદાર પણ હાજર હતા. બાંગ્લાદેશની વિરુદ્ધ ઈજાગ્રસ્ત ચોટિલ થનારી પ્રતિકા રાવલ વ્હીલચેર પર દેખાઈ હતી. ભારતીય ટીમે 2 નવેમ્બરના રોજ ડીવાય પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને વુમન્સ વર્લ્ડ કપ જીત્યો હતો.
 
પીએમએ ફિટ ઇન્ડિયાનો આપ્યો સંદેશ 
આ ખાસ બેઠક દરમિયાન, પીએમ મોદીએ ખેલાડીઓને ખાસ કરીને દેશભરની છોકરીઓમાં, "ફિટ ઇન્ડિયા" અભિયાનને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. તેમણે વધતી જતી સ્થૂળતાની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે ફિટ રહેવું એ સફળ થવા જેટલું જ મહત્વપૂર્ણ છે.
 
પીએમએ ખેલાડીઓને વિનંતી કરી કે તેઓ તેમની શાળાઓની મુલાકાત લે અને બાળકોને પ્રેરણા આપે જેથી આગામી પેઢી પણ રમતગમતમાં જોડાઈ શકે. ભારતીય ખેલાડી ક્રાંતિ ગૌરે શેર કર્યું કે તેનો ભાઈ પીએમ મોદીનો મોટો ફેંસ છે, જેના કારણે પ્રધાનમંત્રીએ તેમને મળવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું. આ મુલાકાત હાસ્ય, પ્રેરણા અને ગર્વથી ભરેલી યાદગાર ક્ષણ હતી, જે મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક સિદ્ધિને વધુ ખાસ બનાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પતિને કાપીને રસોડામાં દફનાવ્યો, પછી લગાવી દીધી ટાઈલ્સ...અમદાવાદની મુસ્કાન ની આ રીતે ખુલી પોલ