જે આખા જગતને ખવડાવે છે-
આ વાતની ચિંતા કેમ કરો છો કે અમે શું ખાઈશું, શું પીશુ અને શું પહેરીશુ? શું જીવન ભોજન અને કપડાઓથી વધીને નથી?
આકાશની ચકલીને જુઓ. તે કંઈ વાવતી નથી, કાપતી નથી કે પછી કંઈ ખાતામાં પણ રાખતી નથી. તે છતાં પણ સ્વર્ગમાં રહેનાર તમારા પિતા તેમને ખવડાવે છે ને. શું તમારૂ મુલ્ય તેનાથી કંઈ થોડુક પણ વધું નથી?
ખાવાનું માંગ્યા પર શું પિતા પત્થર મારે છે?
તમારામાંથી કોણ એવું છે જે પોતાનો પુત્ર રોટલી માંગે તો તેને પત્થર મારે છે? જ્યારે તમે ખરાબ હોવા છતાં પણ તમારા બાળકોને સારી વસ્તુઓ આપો છો, તો સ્વર્ગમાં રહેનાર તમારા પિતા તમને સારી વસ્તુઓ કેમ નહી આપે.
તલવારવાળા તલવારથી મરશે-
પ્રભુ ઈસુને જ્યારે પકડી લેવામાં આવ્યાં ત્યારે તેમના એક સાથી પીટરે હાથ લંબાવીને તલવાર ખેંચી લીધી.
તેણે મોટા પાદરીના નોકર પર તલવાર ચલાવીને તેનો કાન કાપી નાંખ્યો.
ઈસુએ તેને કહ્યું કે- 'તુ તારી તલવાર મ્યાનમાં રાખી દે, કેમકે જેઓ તલવાર ચલાવે છે તેઓ તલવારથી જ મરે છે.'