Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાંતિ કેવી રીતે મળશે?

શાંતિ કેવી રીતે મળશે?
શાંતિ અને મુક્તિનો માર્ગ આ છે-
1. તુ તારી ઈચ્છાની અપેક્ષા બીજાઓની ઈચ્છા પુર્ણ કરવા માટે અભ્યાસ કર.
2. વધારેની ઉપેક્ષાએ થોડાથી જ સંતુષ્ટ થવાનું શીખો.
3. હંમેશા નાના સ્થાનની શોધ કરીને નાના બનો.
4. હંમેશા આ ઈચ્છા અને પ્રાર્થના કરો કે 'પ્રભુની ઈચ્છા મારા દ્વારા પુર્ણ થાય'.

મનુષ્યોના મોઢામાં તારી શાંતિ કેમ બાંધેલી રહે? તેમની નિંદા-યશ પર તારી શાંતિ કેમ નિર્ભર રહે? તે સારૂ કહે કે ખોટુ તેનાથી તુ બીજો માણસ તો નહિ બની જાય. તુ જે છે તે જ રહીશ તેથી વિચાર કર કે સાચી શાંતિ અને વિભુતિનો સ્ત્રોત ક્યાં છે? શું હુ નથી?

જે મનુષ્ય પ્રસન્ન રહેવાની ઈચ્છા નથી રાખતો તે તેના અસંતોષથી પણ નથી ડરતો અને શાંતિ મેળવે છે.

દુ:ખોનું સ્વાગત કરો
ક્યારેક ક્યારેક આપણી પર મુશ્કેલીઓ અને દુ:ખોના પહાડ આવી પડે છે તે સારૂ છે. તેનાથી માણસને આત્મચિતનનો અવસર મળે છે.

મારા માટે મુશ્કેલીમાં રહેવું સારૂ છે. કેમકે હું મુશ્કેલીમાં સ્વસ્થ્ય રહુ છું તેથી પરમેશ્વરે મારા માટે આ વિધાન પસંદ કર્યુ છે. ઈશ્વરે આપણા માટે તેવી જ સ્થિતિની વ્યવસ્થા કરી છે જે આપણા માટે સર્વશ્રેષ્ઠ છે.

મને એવું લાગે છે કે મારે માત્ર દુખોને સહન કરવા માટે જ જીવીત રહેવું જોઈએ. હું ખુબ જ પ્રેમપુર્વક ઈશ્વર પાસે દુ:ખોની માંગણી કરૂ છુ.
-સંત ફ્રાંસિસ

Share this Story:

Follow Webdunia gujarati