Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandra Grahan 2018 - સૂતક દરમિયાન શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ

Webdunia
બુધવાર, 31 જાન્યુઆરી 2018 (11:05 IST)
ચંદ્ર ગ્રહણના દિવસે સૂતક-કાળનુ વિશેષ મહત્વ માનવામાં આવ્યુ છે. વર્ષ 2018નુ પ્રથમ ગ્રહણ ચન્દ્ર ગ્રહણ છે.  આ ચંદ્ર ગ્રહણ 31 જાન્યુઆરી 2018(બુધવાર)ના રોજ લાગી રહ્યુ છે.  
 
દિલ્હીમાં આ ચન્દ્ર ગ્રહણ 5.55થી લઈને 8.41 સાંજ સુધી રહેશે.  આ ચન્દ્ર ગ્રહણમાં સૂતક સવારે 8 વાગીને 18 મિનિટથી શરૂ થઈ જશે.  શાસ્ત્રોના મુજબ ચંદ્ર ગ્રહણ કે સૂર્ય ગ્રહણ દેખાતા સૂતક માન્ય હોય છે. 
 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચન્દ્ર ગ્રહણના સૂતકનો પ્રભાવ 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. સૂતક એવા સમય થાય છે જ્યારે પ્રકૃતિ અત્યંત સંવેદનશીલ હોય છે. જે કારણે ઘટના-દુર્ઘટના થવાની શક્યતા બની રહે છે. શાસ્ત્રો મુજબ સૂતકના સમયે આ કાર્યોને ન કરવા જોઈએ. 
 
શુ ન કરે 
 
સૂર્ય ગ્રહણ દરમિયાન ટોયલેટ ન જશો. પણ ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિ પર આ નિયમ લાગૂ થતો નથી. 
 
સૂતકમાં ભોજન ન કરો. દૂધ, ફળ, જ્યુસ કે સાત્વિક ભોજન કરી શકો છો. ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો બાળકો અને બીમાર વ્યક્તિ પર આ નિયમ લાગૂ નથી થતો અને એ દરમિયાન ફળ, જ્યુસ, પાણીનું સેવન કરી શકો છો. 
 
સૂતક દરમિયાન ભોજન ન બનાવો. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ ચપ્પુથી કંઈ પણ ન કાપે 
 
- સૂતકમાં સિલાઈ-ભરતકામ ન કરવું .. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ. 
 
- ચન્દ્ર ગ્રહન ન જુઓ. ખાસ કરીને ઉઘાડી આંખોથી ક્યારેય ન જોશો. 
 
- ભગવાનની મૂર્તિને સ્પર્શ ન કરો. 
 
- વ્યસનથી દૂર રહો. અપરાધ ખરાબ કામ...ખરાબ વિચાર અને ખોટુ બોલવાથી દૂર રહો. કારણ કે આ સમયે કરવામાં આવેલ ખરાબ કાર્યનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે.  
 
- સૂતકના સમયે શારિરીક સંબંધ ન બનાવવા જોઈએ 
 
શુ કરવુ જોઈએ 
- ગ્રહણ પછી ઘી અને ખીરથી હવન કરો. તેનાથી તમને લાભ અને લાંબા રોગથી છુટકારો મળશે. 
- જો ચંદ્રમા નિર્બળ છે તો "ૐ ચન્દ્રાય: નમ" મંત્રનો જાપ કરો. 
- પિતૃ દોષ નિવારણ માટે પણ સૂર્ય ગ્રહણનો સમય યોગ્ય રહે છે. 
- ગ્રહણ સમયે જો તમારી કુંડળીમાં સૂર્ય કે ચંદ્ર દોષ છે તો આ સમયે ગ્રહણ સંબંધી ઉપચાર માટે યોગ્ય છે. 
- જો તમે કોઈ તીર્થ સ્થળ પર છો તો ત્યા સ્નાન કરી જાપ અને દાન કરો. 
- ગ્રહણ ઉપરાંત સ્નાન કરી યથાસંભવ કોઈ ગરીબને દાન કરો તમને તેનો લાભ મળશે. 
 
વિશેષ 
 
- ગ્રહણ દરમિયાન તુલસીના પાન તોડવા નિષેદ છે.  તેથી સૂતક પહેલા તોડી લો. 
- દૂધ અને દહીમાં પણ તુલસીનુ પાન નાખી દો. 
- જો કંઈક વિશેષ ભોજન છે જે તમે ફેંકવા નથી માંગતા તો તેમા સૂતક પહેલા તુલસીનુ પાન નાખી દેવાથી સૂતકની અસર થતી નથી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

આગળનો લેખ
Show comments