Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે જાણીશુ પર્સ વિશે. તમારા પર્સમાં પૈસા ઉપરાંત પણ ઘણી વસ્તુઓ મુકેલી હોય છે. જેમાથી અનેક તો ખૂબ સમયથી ઉપયોગમાં આવતી નથી. વાસ્તુ શાસ્ત્ર મુજબ તેમાથી કેટલીક વસ્તુઓને પર્સમાં થી બહાર કરી દેવી જોઈએ. કારણ કે આ વસ્તુઓથી આસ-પાસ નેગેટિવ ઉર્જા વધે છે.
સાથે જ તમને પૈસા મામલે નુકશાન પણ ઉઠાવવુ પડી શકે છે. પણ કેટલીક એવી પણ વસ્તુઓ હોય છે જેને પર્સમાં મુકવાથી શુભ ફળની પ્રાપ્તિથાય છે અને બરકત આવે છે.
પર્સની અંદર ફાટેલા, કપાયેલા નોટ કે ખરાબ કાગળ ન મુકવા જોઈએ. તેનાથી પૈસાની આવકમાં કમી આવે છે. પર્સ જેટલુ સ્વચ્છ હશે અને તેની અંદર મુકેલી વસ્તુઓ જેટલી વ્યવસ્થિત હશે એટલુ જ સારુ રહે છે.
પર્સમાં એક લક્ષ્મી માતાનો કાગળનો ફોટો જરૂર મુકો અને સમય સમયપર તેને ચેંજ કરતા રહો. તેનાથી તમરુ પર્સ ક્યારેય ખાલી નહી રહે. આ ઉપરાંત તમે એક શ્રીયંત્ર પણ મુકી શકો છો. કારણ કે આ પણ લક્ષ્મીનુ એક રૂપ જ છે.