ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં ભારતે શૂટિંગ ઈવેન્ટમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય પુરૂષોની 10 મીટર એર રાઈફલ ટીમે ચીનમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ જીત્યો હતો. પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમમાં રૂદ્રાક્ષ બાલાસાહેબ પાટીલ, દિવ્યાંશ સિંહ પંવાર અને ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરનો સમાવેશ થાય છે. ગોલ્ડ મેડલ જીતવાની સાથે આ ખેલાડીઓએ ચીનનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો હતો.
તોડ્યો ચીનનો વર્લ્ડ રેકોર્ડ
ભારતીય શૂટરોએ વ્યક્તિગત ક્વોલિફિકેશન રાઉન્ડમાં કુલ 1893.7નો સ્કોર કર્યો હતો, જે ગયા મહિને બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીને બનાવેલા અગાઉના વર્લ્ડ રેકોર્ડ સ્કોર કરતાં 0.4 પૉઇન્ટ વધુ છે. ચીને આ વર્ષે 19 ઓગસ્ટે બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 1893.3 પોઈન્ટ સાથે રેકોર્ડ બનાવ્યો હતો. આ પછી ચીને એશિયન રેકોર્ડ્સ અને ગેમ્સ રેકોર્ડ્સ ચાર્ટમાં પણ પોતાનું સ્થાન ગુમાવ્યું. શૂટિંગમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. આ પહેલા ભારતે એશિયન ગેમ્સના પહેલા દિવસે શૂટિંગમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ ભારત પાસે હવે કુલ 7 મેડલ છે. જેમાં એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ છે. ત્યારબાદ ચીને એશિયન રેકોર્ડ્સ અને ગેમ્સ રેકોર્ડ્સ ચાર્ટમાં પણ પોતાનું સ્થાન ગુમાવ્યું. શૂટિંગમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. આ પહેલા ભારતે એશિયન ગેમ્સના પહેલા દિવસે શૂટિંગમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ ભારત પાસે હવે કુલ 7 મેડલ છે. જેમાં એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ છે.
ટોચની 3 ટીમોની રેન્કિંગ
ભારત: 1893.7
કોરિયા: 1890.1
ચીન: 1888.2
માત્ર બે શૂટરે કર્યું ક્વોલિફાય
ક્વોલિફિકેશનમાં ત્રીજા સ્થાને રહેલો રુદ્રાક્ષ 632.5 પોઈન્ટ સાથે ટીમની પસંદગી બન્યો. ઐશ્વર્યા 631.6 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. જ્યારે દિવ્યાંશનો અંતિમ સ્કોર 629.6 હતો અને તે 8મા સ્થાને રહ્યો હતો. ત્રણેયએ વ્યક્તિગત રાઉન્ડની ફાઈનલ માટે સારું પ્રદર્શન કર્યું હતું અને ત્રણેયના સ્કોર તેમને ફાઇનલમાં લઈ જવા માટે પૂરતા સારા હતા, પરંતુ દિવ્યાંશ વ્યક્તિગત મેડલથી ચૂકી જશે કારણ કે NOCમાંથી માત્ર બે શૂટર્સ ફાઇનલમાં પહોંચી શકે છે.